________________
૩૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : “જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં.
દાદાશ્રી : જ્ઞાની ભગવાને, સર્વજ્ઞ ભગવાને જે પદ જ્ઞાનમાં જોયું, એ પદને ભગવાન પણ કહી શક્યા નહીં. કારણ કે ત્યાં વાણી નથી. વાણી અમુક હદ સુધી જ, અમુક પદ સુધી જ વાણી. પછી એથી આગળ વાણીનો યોગ નીકળી જાય. કારણ કે વાણી ધૂળ રહી ને પેલું સૂક્ષ્મતમ રહ્યું. એટલે ધૂળ, સૂક્ષ્મતમનું વર્ણન કરી શકે નહીં. સૂક્ષ્મતમ વાણી હોય તો જ વર્ણન કરી શકે. એટલે એવી વાણી હોતી નથી. એટલે કૃપાળુદેવે લખ્યું કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.”
અપૂર્વ અવસર.. એ કહેવા જેવું નથી, અનુભવગોચર છે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું'તું કે શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવથી નિવેડો છે.
પ્રશ્નકર્તા એટલે કેવળજ્ઞાન એ અનુભવની વાત છે, એ સમજાવી શકાય એવી વાત નથી.
દાદાશ્રી : એનો અર્થ કરવો હોય તો, એનો અર્થ પૂછવો હોય તો પૂછાય કે કેવળજ્ઞાન એ શું વસ્તુ છે ? તો કેવળજ્ઞાન એ એબ્સૉલ્યુટ જ્ઞાન છે. એબ્સૉલ્યુટ જ્ઞાન તમને શી રીતે સમજાવી શકું કહો. કારણ કે આ બુદ્ધિની વસ્તુ ના હોય. બુદ્ધિની ઉપરની વસ્તુ છે. બુદ્ધિથી સમજાવી શકાય જ નહીં. એ બુદ્ધિથી કોઈ માણસ સમજી શકે જ નહીં.
પ્રશ્નકર્તા : એબ્સોલ્યુટ જ્ઞાન છે તે સાપેક્ષ રીતે સમજાવી શકાયને ?
દાદાશ્રી : કોઈ રીતે સમજાવી શકાય નહીં. સાપેક્ષ હોતું જ નથી. કેવળજ્ઞાન એબ્સૉલ્યુટ છે. એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ. એ નિરપેક્ષ છે. એટલે એબ્સોલ્યુટ જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. આપને સમજવામાં આવે છે ?