________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
૩૨૧
અતુભૂતિથીય પર, કેવળજ્ઞાતે થાય ઈન્ડિપેન્ડન્ટ પ્રશ્નકર્તા ઃ કેવળજ્ઞાનમાં શું અનુભૂતિ થાય ?
દાદાશ્રી : અનુભૂતિ શું થવાની? આ “પોતે છે તે એબ્સૉલ્યુટ થઈ ગયો અગર તો એ સ્વતંત્ર થઈ ગયો, ઈન્ડિપેન્ડન્ટ થઈ ગયો. આ ડિપેન્ડન્ટપણું છે. ઈન્ડિપેન્ડન્ટ, મારો ઉપરીય કોઈ નહીં અને હું કોઈનો ઉપરી નહીં એવું ઈન્ડિપેન્ડન્ટ, પછી હવે એ કંઈ ઓછું કહેવાય ?
બાકી એની અનુભૂતિ હોતી હશે ? અનુભૂતિ તો સમકિતની હોય, આત્મજ્ઞાનની હોય. આની અનુભૂતિ ના હોય.
પ્રશ્નકર્તા: હં, એમાં કેમ ના હોય ?
દાદાશ્રી : ફ્રિજમાં બેઠેલાને ઠંડકની અનુભૂતિ હોતી હશે ? બહાર ઊભો હોય તેને ઠંડકની અનુભૂતિ થાય.
પ્રશ્નકર્તા ઃ એટલે ત્યાં અનુભવ કરનારો હોતો જ નથી ?
દાદાશ્રી : અરે પણ આ શબ્દ જ ના બોલે કોઈ. બોલાય નહીં, બોલવું એ ફૂલિશનેસ થાય. ફ્રિજમાં બેઠેલાને ઠંડક કેવી ? ઠંડકનો અનુભવ થયો, કહેશે ! બહાર ઊભો હોય તેને ઠંડક થોડી થોડી લાગે, તે આપણે જાણીએ કે આને અનુભવ થયો. પણ ત્યાં અનુભૂતિ કોઈ જાતની હોય નહીં. અનુભૂતિ એ જુદાપણું સૂચવે છે. ત્યાં જુદાપણું નથી ને કશું છે નહીં. ત મળે યથાર્થ શબ્દ, છતાં જોયેલું એટલે વર્ણવે જ્ઞાતી
કેવળજ્ઞાન એટલે કોઈ અવલંબન નહીં, નિરાલંબ. કોઈ ચીજની જરૂર નહીં. માત્ર એબ્સૉલ્યુટ અને તે એબ્સોલ્યુટ આત્મા અમે જોયેલો છે. એટલે એના શબ્દો નથી કે કેવળજ્ઞાન અમે તમને કહી શકીએ. એટલે બીજા-બીજા શબ્દોથી તમને અંગુલિનિર્દેશ કર્યા કરીએ છીએ. યથાર્થ શબ્દો ના હોય. એને માટે વાણી હોતી નથી. એટલે નિરાલંબ પદ અમે જોયેલું છે એટલે અમે આ વર્ણન કરી શકીએ છીએ, નહીં તો વર્ણન કરી શકે નહીં.