________________
૩૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : તો તો આખા બ્રહ્માંડ જેટલો આત્મા લાંબો-પહોળો થયો ! ત્યારે કહે, ના, સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન જોનારો અને આ દશ્ય બે જુદા છે. પેલું તો એક જ થઈ જાય. જોનારો ને એ કશું રહ્યું નહીં.
“જોયું પણ અવર્ણનીય, છતાં સમજાવે સંજ્ઞાએ
કેવળજ્ઞાન શું છે એ અમે જોયેલું છે. એ જો જડે તો તો બહુ થઈ ગયું ! આખા બ્રહ્માંડનો રાજા ગણાય ! એબ્સોલ્યુટ જ્ઞાનમાત્ર !
પ્રશ્નકર્તા: દાદા, આપે કહ્યું કે, એ જડે તો આખા બ્રહ્માંડનો રાજા ગણાય, તે શું જડે તો ?
દાદાશ્રી : કેવળજ્ઞાન ! એ જડે નહીં ને ગમે એટલું થિઅરી સમજાવીએ પણ.
પ્રશ્નકર્તા આપે જોયું છે એવું જે કહ્યું કે, તે આપે જે જોયું એ કેવું હોય?
દાદાશ્રી : એ તો કેવું એને શી રીતે સમજાવાય ? વર્ણન જેનું હોય નહીં. જે વર્ણનીય નથી, અવર્ણનીય છે, શબ્દરૂપ નથી, એને કયા શબ્દોથી બહાર પડાય ? એ તો એ દશાએ આવે ત્યારે કહેશે, તમે કહેતા'તા એ જ મને થઈ ગયું. તો આપણે કહીએ, કેવું થઈ ગયું ? ત્યારે કહે, એ તો વર્ણન થાય નહીં. એટલે મૂંગાની શેનમાં ને શેનમાં (સાઈનમાં ને સાઈનમાં) ચાલ્યા કરે, મૂંગાની સંજ્ઞામાં ! પેલો આમ કહે, પેલો આમ કહે ને બેઉ સ્ટેશને પહોંચી ગયા હોય.
પ્રશ્નકર્તા : એ બીજાને સમજાવી શકાય નહીં એમ ?
દાદાશ્રી : ના, એવું છે ને, કેટલીક વાત સમજાવી શકાય. કેટલીક પૂરી ના સમજાવી શકાય. સામાને પહોંચે નહીંને બધી વાત ! એ બુદ્ધિગમ્ય વિષય નથી માટે પહોંચે નહીં, એટલે સંજ્ઞા આપીને સમજાવવી પડે. એના જેવી સંજ્ઞા આપીને સમજાવવી પડે.