________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
૩૧૯
આપણાં દિવ્યચક્ષુ હોય. આ તો અહીંયા જ્ઞાન ના હોય ત્યાં સુધી દિવ્યચક્ષુ આપવાના. એમને તો કોઈપણ પ્રકારના ચક્ષુની જરૂર નહીં. એમને તો દિવ્યચક્ષુનીયે જરૂર નથી. એમનું શરીર જ પ્રકાશમય, દેખે બધું. આ બધું પ્રકાશથી જ દેખે.
પ્રશ્નકર્તા એ કેવળજ્ઞાનથી જે દેખાય, પણ એ દેખવું કેવી રીતે થતું હશે ?
દાદાશ્રી : આ અરીસો હોય છે ને, તે અરીસો જો ચેતન હોત તો તો એ કહેત કે હું બધું વસ્તુ દેખું છું. હવે ખરી રીતે વસ્તુ એની મહીં દેખાય છે એને, બહાર દેખાતી નથી. એવી રીતે કેવળજ્ઞાન અંદર જુએ છે બધું. અંદર ઝળકે છે બધું પોતાના જ્ઞાનમાં, જેમ અરીસામાં ઝળકને બધું. આ જેટલું બેઠેલું હોય એ બધુંય પેલામાં ઝળકે. આ બધા બહાર બેઠેલા છે તે. પણ એ અરીસો બહાર જોતો નથી. પોતાનામાં ઝળકે છે તેને જુએ છે. જેટલું આ બહાર સત્ય છે ને, એના કરતા વિશેષ સત્ય છે આ વાત. વિશેષ સત્ય, સહેજે ભૂલ વગરનું. તમે જે જાણવા માંગો છો, કેવી રીતે આ જોયું હશે? તે કેવળજ્ઞાન કરીને જોયેલું છે. એ મને દેખાતું નથી.
સ્વસ્વરૂપ જ્ઞાનમય પરિણામ તે કેવળજ્ઞાત પ્રશ્નકર્તા : સર્વ દ્રવ્ય ક્ષેત્રાદિથી પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાન સ્વભાવી આત્મા છે કે સર્વ સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે?
દાદાશ્રી : દ્રવ્ય, ક્ષેત્રમાં બધાને પ્રકાશમાન કરે, તે કેવળજ્ઞાનનું પરિણામ છે, કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાન તો એ પોતે, સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય તે કેવળજ્ઞાન છે. સમજાય છે ?
પ્રશ્નકર્તા : ના, બરાબર નથી સમજાયું.
દાદાશ્રી : આ દ્રવ્ય, ક્ષેત્ર આ બધા જે છે આ લોકમાં શેય વસ્તુઓ અને દશ્ય વસ્તુઓ, એને જુએ જ છે, પ્રકાશ કરે છે. પ્રકાશતા એટલે શું ? જાણવું ને જોવું એનું નામ પ્રકાશકતા. તે રૂપ કેવળજ્ઞાન સ્વભાવી આત્મા છે ? ત્યારે કહે, તે રૂપ આત્મા નથી.