________________
૩૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નથી, કેવળજ્ઞાન. કેવળ એટલે બીજું કોઈ પણ ભેળસેળ નહીં એવું જ્ઞાન, એનું નામ પ્રકાશ, એનું નામ આત્મા.
પ્રશ્નકર્તા: એ પ્રકાશ આપણે કોઈ ચીજની સાથે સરખાવી શકીએ છીએ ?
દાદાશ્રી : ના, ના, ના. સરખામણી થઈ જ ના શકે. અજોડ વસ્તુની સરખામણી હોતી હશે ? અજોડ વસ્તુ જેવી ચીજ જ નથી બીજી આ જગતમાં.
પ્રશ્નકર્તા: તો પછી એ જે પ્રકાશ છે એ કોઈ ઈન્દ્રિયોની મદદથી આપણને પ્રાપ્ત થતો નથી ?
- દાદાશ્રી : એ પ્રકાશ એ ઈન્દ્રિયોમાં મદદેય કરતો નથી ને પ્રાપ્તય થતો નથી.
પ્રશ્નકર્તા : ઈન્દ્રિયાતીત છે ?
દાદાશ્રી : ઈન્દ્રિયાતીત અને બધાથી અતીત આત્મા. કોઈ કહેશે, મારામાં ચેતન કામ કરે છે એ ભૂલવાળી વાત છે. ચેતન કામ કરતું જ નથી. આ બધા વ્યાખ્યાન સાંભળે, ધર્મકથાઓ કરે એમાં ચેતન નથી.
પ્રશ્નકર્તા તો જ્ઞાન એટલે પ્રકાશ જ છે ?
દાદાશ્રી : એ તો પ્રકાશ જ છે, બીજું કશું છે જ નહીંને ! એ જ આત્મા છે અને એ જ પરમાત્મા છે.
કેવળજ્ઞાતીને વસ્તુ દેખાય જ્ઞાન પ્રકાશથી પ્રશ્નકર્તા તો એ જે પ્રકાશને દિવ્યચક્ષુ સાથે સરખાવી શકાય ? આપણને જે દિવ્યચક્ષુ પ્રાપ્ત થયા છે, તે કેવળજ્ઞાનીને કેવાં દિવ્યચક્ષુ હોય? આપણા કરતા એમનાં ચક્ષુ વધારે ઊંચા હોયને ?
દાદાશ્રી : કેવળજ્ઞાન જ, જબરજસ્ત ! દિવ્યદૃષ્ટિ તો નાની ચીજ છે, કેવળજ્ઞાન તો સર્વસ્વ પ્રકાશિત.