________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
૩૧૭
પ્રશ્નકર્તા : ડિરેક્ટ જ્ઞાનથી કેવળજ્ઞાન તરફ જવાય ?
દાદાશ્રી : એ ડિરેક્ટ જ્ઞાન તો જેટલો પ્રકાશ પામે, જેટલું આવરણ ખસે ડિરેક્ટ જ્ઞાનનું, એટલું છે તે કેવળજ્ઞાન સુધી પહોંચે. એટલે પછી આખું જગત જોઈ શકે, બ્રહ્માંડ જોઈ શકે.
જ્ઞાત એ જ આત્મા, કેવળ પ્રકાશસ્વરૂપ “આત્મા’ એ જ પોતાના નિજસ્વરૂપનું જ્ઞાન છે. એ “કેવળજ્ઞાન સ્વરૂપ છે અને તેમાંથી ‘પ્રકાશ' ઉત્પન્ન થાય છે, એ બધો પ્રકાશ સ્વયં પ્રકાશ છે.
જ્યારે આત્મા સર્વ આવરણોથી મુક્ત થાય ત્યારે તેને આખાય બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ પ્રાપ્ત થાય, આખા બ્રહ્માંડને પ્રકાશે. બીજા શબ્દોમાં આખા બ્રહ્માંડના શેયોને જોવાની-જાણવાની શક્તિ પ્રાપ્ત થાય તે જ કેવળજ્ઞાન ! પોતે પોતાની આખા બ્રહ્માંડને પ્રકાશવાની જે શક્તિ છે તેને કેવળજ્ઞાન કહે છે.
પ્રશ્નકર્તા: દાદા, આખાય બ્રહ્માંડના શેયો પ્રકાશમાન થાય તો એ ઉપયોગ મૂકે તો પ્રકાશમાન થાય કે સતત પ્રકાશમાન થતા રહે ?
દાદાશ્રી : એ તો વગર ઉપયોગે, ઉપયોગ ના હોય. પ્રશ્નકર્તા : એક સમયમાં આખા બ્રહ્માંડના ? દાદાશ્રી : બધું જ જોઈ શકે.
અજોડ કેવળજ્ઞાત' પ્રકાશ, છે ઈન્દ્રિયાતીત પ્રશ્નકર્તા: જ્ઞાન એ સમજ નથી પણ પ્રકાશ છે, તો એ અંગે જરા વધારે ફોડ પાડો.
દાદાશ્રી : પ્રકાશ છે. પ્રકાશ એટલે બધું બેઠા બેઠા દેખાય અને સમજ એ શ્રદ્ધા છે. સમજ એ દર્શન છે અને જ્ઞાન એ પ્રકાશ છે અને એ પ્રકાશ એ જ આત્મા છે. જ્ઞાન જ આત્મા છે. બીજી કોઈ વસ્તુ આત્મા