________________
આ જ્ઞાન પછી મમતાથી મરી ગયો (મમતા ના રહી) અને મર્યા પછી જીવતો હોય. એ જુએ-જાણે બસ, ડખલો ના હોય.
નિર્દોષ દૃષ્ટિ એ પ્રજ્ઞાનો ગુણ છે. હવે કોઈના દોષ ના દેખાવા જોઈએ. દોષિત દૃષ્ટિ એ મિશ્ર ચેતનનો ગુણ છે. જ્ઞાન પછી મિશ્ર ચેતન ઊડી ગયું. હવે વઢવઢા થાય તે નિશ્ચેતન ચેતન લઢે, પણ દૃષ્ટિ આપણી નિર્દોષ રહેવી જોઈએ કે કર્મના ઉદયને આધીન લઢે છે, એનો પોતાનો આજનો દોષ નથી એ.
[૫] નિશ્ચતત ચેતત જીવાત્મા એ નિશ્ચેતન ચેતન છે, જ્યારે મૂળ આત્મા શુદ્ધ ચેતન છે.
હકીકત સ્વરૂપમાં શું છે ? મૂળ આત્મા એ જ શુદ્ધ ચેતન છે, એ જ પરમાત્મા છે અને જગત જેને ચેતન માને છે, એ તો નિશ્ચેતન ચેતન છે. લોખંડનો ગોળો ખૂબ તપાવ્યો હોય તો એ અગ્નિ જેવો લાગે, પણ એ મૂળ અગ્નિ નથી. એવું પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવે છે તે મૂળ આત્મા નથી, નિશ્ચેતન ચેતન છે.
આ શરીરમાં મૂર્વ ભાગમાં આત્મા છે નહીં, આત્મા અમૂર્ત છે. મૂર્તિની મહીં આત્મા રહેલો છે, પણ મૂર્તિ રિલેટિવ છે, વિનાશી છે અને તે નિચેતન ચેતન છે.
શુદ્ધાત્મા સિવાયનો ભાગ મિકેનિકલ છે, એ નિશ્ચેતન ચેતન છે. એટલે લક્ષણ ચેતન જેવા દેખાય, પણ એકુંય ગણધર્મ ચેતનનો ના હોય. ચેતનના ગુણ અવિનાશી છે, અગુરુલઘુ સ્વભાવના છે. જ્યારે નિશ્ચેતન ચેતનના ગુણો વિનાશી છે, વધ-ઘટ થાય એવા છે.
દાન આપવાનો વિચાર આવે, ત્યાગ કરવાનો વિચાર આવે, ત્યાગ કરે, વકીલાત કરે, પણ એ ચેતનના ગુણ છે ? એ નિશ્ચેતન ચેતનના ગુણો છે, વિનાશી છે.
લોકો હાલ-ચાલે તેને ચેતન માને છે. કારણ કે મર્યા પછી હાલતુંચાલતું નથી. લક્ષણો ચેતન જેવા લાગે પણ ગુણધર્મ ચેતનના નથી માટે એ ચેતન નથી, પણ નિશ્ચેતન ચેતન છે.
40