________________
શુદ્ધ ચેતન જાણવું મહા મહા મુશ્કેલ છે અને લોકો જે જાણે છે એ તો નિશ્ચેતન ચેતન છે. એને સ્થિર કરે છે, પણ મૂળ સ્વરૂપ સ્વભાવથી જ સ્થિર છે અને નિશ્ચેતન ચેતન તો ચંચળ સ્વભાવનું જ છે. તેથી છૂટકારો થતો નથીને !
જડ છે છતાં હાલે-ચાલે, વકીલાત કરે, જજમેન્ટ આપે, કેસ ચલાવે, વાદી-પ્રતિવાદી બધાને લોકો ચેતન માને છે, પણ એ તો નિશ્ચેતન ચેતન છે. આ માયામાં જગત મૂંઝાયું છે.
ચોતરફ અરીસા ગોઠવેલી રૂમમાં જાત જાતનું દેખાય ને તેની અસરો થાય, તેનાથી ચાર્જ થઈ જાય. એ ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય એ નિશ્ચેતન ચેતન છે.
ગરોળીની પૂંછડી કપાઈ જાય ત્યારે પૂંછડી તરફડે છે, તેને લોકો કહેશે, આમાં આત્મા છે, પણ ના, મૂળ આત્મા તો ગરોળી જોડે જ જતો રહ્યો. આ તો નિશ્ચેતન ચેતન છે, તે તો ડિસ્ચાર્જ પરિણામ છે. તેથી કૂદાકૂદ કરે છે. જ્યાં જ્ઞાન-દર્શન ત્યાં આત્મા છે.
જ્યાં કંઈ પણ લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં ચેતન છે. જેને લાગણી ઉત્પન્ન થાય છે તે નિશ્ચેતન ચેતન છે.
નિશ્ચેતન ચેતન હોય ત્યાં શુદ્ધ ચેતન હોય અને નિશ્ચેતન ચેતન નથી ત્યાં ચેતન પણ નથી. ઝાડ જીવતું હોય ત્યાં ચેતન છે, પણ સૂકાઈ ગયેલું લાકડું, તેમાંથી ટેબલ બને, ત્યાં નિશ્ચેતન ચેતન નથી, એટલે ચેતનેય નથી. ત્યાં નિશ્ચેતન છે, જડ જ છે.
દરેકમાં આત્મા સરખો જ છે, પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈને વ્યવહાર જુદો ઊભો થઈ જાય છે. વ્યવહાર એ નિશ્ચેતન ચેતન છે અને જગતના લોકો એને જ ચેતન માને છે, એ જ ભ્રાંતિ છે.
જેમ મિશનરીમાં પેટ્રોલ પૂરવું પડે, તેમ આ દેહ પણ ખાવા-પીવા, હવા જોઈએ તો ચાલે, નહીં તો બધું બંધ થઈ જાય. તેથી આ દેહ પણ મિકેનિકલ ચેતન છે. આ સૂક્ષ્મ મશિનરી છે, જે ચાર્જ કરીને આવ્યા છીએ અને એની મેળે ડિસ્ચાર્જ થાય છે. એને ‘મેં કર્યું’ એમ માને છે, તેથી નવું
41