________________
ચાર્જ એ મિશ્ર ચેતન, ડિસ્ચાર્જ એ નિશ્ચેતન ચેતન. એ ડિસ્ચાર્જમાં ક્રોધ-માન-માયા-લોભ થાય, એનો પોતે માલિક થાય છે, કર્તા થાય છે. મને થાય છે” એમ કહ્યું, “મેં કર્યું માન્યું એટલે ચાર્જ થાય છે. એ હું'નો માલિકીભાવ છે. હું અવળી જગ્યાએ બેસે એટલે પુગલનો માલિકીભાવ થાય અને હું સવળી જગ્યાએ બેસે તો પોતાના ગુણનો માલિકીભાવ થાય.
માલિકીભાવવાળું એ જીવતું, એનાથી સંસાર અને માલિકીભાવ વગરનું એ મડદું.
બીજા ભવમાં જાય ત્યારે ચાર કષાયો, બધા કોઝીઝ અને આત્મા જોડે જાય. આ નિચેતન ચેતન છૂટી જાય. પોતે બીજે ભવ અજ્ઞાન દશામાં મિશ્ર ચેતનમાં ગયો.
મરી જાય છે ત્યારે આ નિશ્ચેતન ચેતન અને “હું કર્તા છું એ ભાનવાળું મિશ્ર ચેતન પણ મરી જાય છે, પણ કોઝીઝ રૂપે થોડુંક મિશ્ર ચેતન (‘હું) જોડે જાય છે. એમાંથી ઈફેક્ટિવ થતી વખતે નિચેતન ચેતન જુદું પડી ડિસ્ચાર્જ થયા કરે છે, જ્યારે મિશ્ર ચેતન (હું ચંદુ) જે રહે છે, એ ફરી ચાર્જ કર્યા કરે છે પાછું.
અજ્ઞાન દશામાં ક્રમિક માર્ગમાં એક શુદ્ધ ચેતન, બીજું મિશ્ર ચેતન અને ત્રીજું નિશ્ચેતન ચેતન. જ્ઞાન પછી અક્રમમાં મિશ્ર ચેતન હોય ખરું, પણ જ્ઞાન લીધા પછી કંઈ કામ કરતું નથી.
જ્ઞાન પછી જે હરેફરે, બોલે-ચાલે, ચિઢાય-ગુસ્સો કરે, સ્વાદ લે બધું કરે તે નિશ્ચેતન ચેતન છે. એમાં મૂળ ચેતન બિલકુલેય નથી.
મિશ્ર ચેતન અજ્ઞાન દશામાં ડિઝાઈનની બહાર ફેરવી નાખે. જ્યારે નિશ્ચેતન ચેતન ડિઝાઈનની બહાર ના જઈ શકે. જે ડિઝાઈન છે એ ડિઝાઈન પ્રમાણે જ ફરે.
મિશ્ર ચેતન એ કરે ને ભોગવે. જીવતો અહંકાર એ જ્ઞાન પછી ઊડી ગયો. જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા થઈને નિશ્ચેતન ચેતનના જ્ઞાતા રહેવાનું
39