________________
(૬.૨) કેવળદર્શનની વ્યાખ્યા ને પ્રસંગ
ફાઈલોનો નિકાલ - કેવળદર્શતમાં મહેતતે, કેવળજ્ઞાતમાં સહેજે
પ્રશ્નકર્તા : આ કેવળદર્શન એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ કે એમાં અમુક ડિગ્રીનો તફાવત છે ?
૩૦૭
દાદાશ્રી : ના, ના, જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેવળજ્ઞાનમાં હોય અને કેવળદર્શનમાં જ્ઞાતા-દ્રષ્ટાભાવ ના હોય, પણ પોતાની પ્રતીતિ બેસી ગઈ કે હું આમ જ છું. હું જ્ઞાતા-દ્રષ્ટા હવે થઈ શકીશ.
કેવળદર્શન થયા પછી પોતે ‘પુરુષ' થયો. માટે નિરંતર હવે જ્ઞાનના પાટા પડ પડ કરે, અનુભવના. અનુભવ કોનું નામ કહેવાય કે જેટલી ફાઈલો સિગ્નેચર (સહી) થઈ ગઈ, જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જોઈ જોઈને ગઈ ફાઈલો, એટલો જ અનુભવ થતો આવવા માંડ્યો, એટલું જ્ઞાન પ્રગટ થતું જાય.
કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ફેર કેટલો ? કેવળદર્શનમાં ફાઈલોનો નિકાલ કરવા પ્રજ્ઞાને મહેનત કરવી પડે. કેવળજ્ઞાનમાં મહેનત ન કરવી પડે, સહેજે થાય. આવે, જે' જે' કરે ને જાય. ફૂલહારેય મળે ને થાપોટેય મળે. સહજ ભાવે (નિકાલ) થયા કરે.
આવા દુષમકાળે, અજાયબ પદ મહાત્માનું
પ્રશ્નકર્તા : આત્મા કેવળી સિવાય બીજા દેખી ના શકે ?
દાદાશ્રી : આત્મા કેવળીને જ્ઞાનથી દેખાય, પણ (આપણા) મહાત્મા આત્મદર્શનથી જોઈ શકે, કેવળદર્શનથી. મહાત્માઓને આ દર્શન આપ્યું છે એ એટલું બધું ઊંચું આપ્યું છે તે કેવળદર્શન સુખ આપ્યું છે. એનાથી બધા પઝલ સૉલ્વ થાય એવું છે ને ઝટપટ ઉકેલ આવે એવું છે. આપણા મહાત્માઓને કેવળદર્શન વર્તે છે ! એના આનંદમાં જ રહે છે.
આવો મોક્ષમાર્ગ ચાખ્યો, સ્વાદમાં આવી ગયો, અનુભવમાં આવી ગયો. જગત આખું નિર્દોષ છે એવું તમને સમજવામાં આવ્યું. ભગવાન મહાવીરને અનુભવમાં હતું કે જગત આખું નિર્દોષ છે અને એ તમને