________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પારકાની જોડે વાત કરી રહ્યો છે આ ભઈ. થોડું ઉપલક વાતો થોડી ઘણી પારકી લાગે છે, નથી લાગતી ?
પ્રશ્નકર્તા : ઘણી ખરી.
દાદાશ્રી : ઘણી ખરી લાગે છે, નહીં ? તે એમ કરતા કરતા બધી વાત પારકી લાગશે. છે જ પારકી. કેટલીક અનુભવમાં આવી છે તે પારકી લાગ્યા જ કરે છે અને કેટલીક અનુભવમાં નથી આવી તે હજુ મહીં ગૂંચગૂંચ રહ્યા કરે છે. અંદર શ્રદ્ધાએ કરીને લાગે છે કે આ આપણી હોય, છતાંય મહીં ગૂંચ-ગુંચ કર્યા કરે. શ્રદ્ધાએ કરીને તો કેવળદર્શન છે.
૩૦૬
ત ઉપશમ-ત ક્ષયોપશમ, સીધું ક્ષાયક
હવે કોઈ કાળમાં આવી શ્રેણી મંડાય એવો કાળ જ નથી આવેલો. જીવ શ્રેણી માંડે, એવો કાળ જ કોઈ દહાડો પ્રાપ્ત થતો નથી. તે અપ્રાપ્ત કાળ કહેવાય છે અને મોટામાં મોટો અવસર કહેવાય છે. એમાંથી કાચું ન પડાય એટલું જોતાં રહેવું.
પ્રશ્નકર્તા : જો આ ક્ષયોપશમ જ્ઞાન ના હોય તો પછી આ કેવળજ્ઞાનના અંશ છે ?
દાદાશ્રી : આમાં ક્ષયોપશમ છે જ નહીં, આ તો સીધું ક્ષાયક જ છે, ઉપશમેય નથી ને ક્ષયોપશમેય નથી એટલે કેવળજ્ઞાન નથી પણ કેવળદર્શન છે આ. કેવળજ્ઞાન તો પચે એવું જ નથી આ કાળમાં. જે આ અમે જ્ઞાન આપીએ છીએ, તે ઘડીએ જ્ઞાન બોલીએ છીએ, તેમાં કેવળજ્ઞાન સમાવેશ થાય છે, પણ કેવળજ્ઞાન આ કાળમાં પચતું નથી. મને પચ્યું નહીં ને બીજા કોઈને પચે નહીં અને એટલે ફળ આપે નહીં. અમને સમજમાં આવી જાય બધું, આખુંય જગત જેમ છે તેમ. કેવી રીતે ઉત્પન્ન થયું, શી રીતે ચાલે છે અને બીજું બધું સમજમાં આવી જાય, જ્ઞાનમાં ના આવે. સમજમાં કે દર્શનમાં આવે એટલે સૂઝ પડી જાય બધી કે આ શું છે ! જ્ઞાનમાં ના આવે. જ્ઞાન ચોખ્ખું દેખે અને આ ધૂંધળું દેખે.