________________
(૬.૨) કેવળદર્શનની વ્યાખ્યા ને પ્રસંગ
૩૦૫
જોઈએ કે “આ બધું થઈ રહ્યું છે ને હું કર્તા નથી. જ્ઞાતા-દ્રષ્ટા છું' એ નિરંતર ખ્યાલ. નિરંતર ખ્યાલ રહે એ એક અવતારી કહેવાય.
નિઃશંક થયા શુદ્ધાત્મ લક્ષે શુદ્ધાત્મા છું એનું લક્ષ એ કેવળ દર્શન છે. કેવળ દર્શન એટલે સમજમાં બેસી ગયું બધું. કેટલાકને ઊંડાણથી સમજમાં ના બેઠું હોય પણ હું શુદ્ધાત્મા છું' એ ખરેખર બેસી ગયું, એને કેવળ સમજ કહે છે.
અહીં આપણને શુદ્ધાત્માનું લક્ષ રહે એટલે લાગે કે શુદ્ધાત્મા જેવું કંઈક છે એ કેવળદર્શન, એ જ ક્ષાયક સમકિત. એનું ફળ શું? આકુળતાવ્યાકુળતા મટે ને નિરાકુળતા રહે.
એટલે હવે શંકા ગઈ. “હું શુદ્ધાત્મા છું' નિઃશંક પદ છે અને નિઃશંક પદને ભગવાને લાયક સમકિત કહ્યું. નિઃશંક પર જ્યાં સુધી ઉત્પન્ન થાય નહીં ત્યાં આગળ લાયક સમકિત કહેવાય નહીં. લાયક સમકિતને ભગવાને કેવળદર્શન કહ્યું. હવે કેવળજ્ઞાનના અંશો આપણે સમજી સમજીને પ્રાપ્ત કરવાના છે. ત્રણસો સાંઈઠ થતા થતા બધું સમજવાનું છે. જેટલું સમજાય એટલું સમાઈ જવાય પાછું.
આ જ્ઞાન મળ્યા પછી તમને તો પ્રતીતિ બેઠી કે “હું શુદ્ધાત્મા છું, ચંદુભાઈ હોય.” ચંદુભાઈ તો વ્યવહારથી છે, ખરેખર ચંદુભાઈ ન્હોય એવું તમને લાગેને ? અને બહારના લોક તો હું ચંદુભાઈ છું એવું જ માને છેને, નહીં? એને તો ગાળ ભાંડી હોય તો આંખો ચઢી જાય, આંખો ફરી જાય. અલ્યા, મોઢે બોલ્યો એમાં આંખો શું કામ ફરે છે ? આખો ઊંચોનીચો થઈ જાય. એમને અસર થઈ જાય ?
પ્રશ્નકર્તા: તરત.
દાદાશ્રી : તરત ? કશું વાયર-બાયર વગર એમ ? અને આપણા જ્ઞાન આપેલાને અસર થાય ખરી, પણ એ અસરને પોતે જાણે કે આવી અસર થઈ. એ ધીમે ધીમે ધીમે પછી આમ કરતા કરતા બધો હિસાબ ચોખ્ખો થશે, ત્યાર પછી અસરેય નહીં થાય. પારકા જેવું લાગશે કે આ