________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
સમજવામાં આવી ગયું. કોઈ વખત સમજણ ના પડે ને કંઈક ભાંજગડ થઈ જાય તોય પણ તરત પાછું જ્ઞાન હાજર થઈ જાય કે ભાઈ, એનો શો દોષ ? વ્યવસ્થિત છે એ સમજાય, નિમિત્ત છે એ સમજાય, બધું સમજાઈ જાય. એવું સમજાયને ? જગત નિર્દોષ છે એવું તો તમને સમજાય કે ના સમજાય ?
૩૦૮
પ્રશ્નકર્તા : ચોક્કસ.
દાદાશ્રી : તે ભગવાનને અનુભવમાં હતું અને તમને આ સમજમાં છે. સમજ અમારા જેવી રહે ને એટલે એક્ઝેક્ટ હાજર, શૂટ ઑન સાઈટ સમજ રહે. તે અમારું આ કેવળદર્શન કહેવાય. તમારું કેવળદર્શન હજુ થઈ રહ્યું છે.
આત્માને ઓળખવો, આત્માને અનુભવવો. દાદાએ કહ્યું એટલા પૂરતું સ્થિતિ બેસી, એ છે તે કેવળદર્શન ભણી જાય. કોઈને કેવળદર્શન આખુંય થઈ જાય.
અને કેવળજ્ઞાન થાય એવું નથી ત્યારે આપણે એને શું કરવા બોલાવીએ ? જે થાય એવું ના હોય એને કહીએ કે પધારો, પધારો, પધારો તો એની મહેનતેય બધી છૂટી પડે. ના છૂટી પડે ? અને કામેય શું છે આપણે ? કેવળદર્શન તે ઓછું પદ કહેવાય ? વર્લ્ડની અજાયબી પદ કહેવાય ! આ દુષમકાળમાં કેવળદર્શન તો ગજબનું પદ કહેવાય !
કેવળદર્શન અને કેવળજ્ઞાન, એ બે ભેગું રહે એ જ્યોતિસ્વરૂપ થાય. બે ભેગા થયા કે સુખ ઉત્પન્ન થાય. એટલે સુખ સહિત કેવળજ્ઞાન અને કેવળદર્શન એનું નામ પ૨મ જ્યોતિસ્વરૂપ કહેવાય. એની વાત જ જુદીને ! આ થોડી થોડી તમને સુગંધ આવે છે તો આટલો આનંદ રહે છે, આ પ્રતીતિમાં આટલો આનંદ આવે છે, તો મૂળ વસ્તુ પામે ત્યારે
કેટલો બધો આનંદ આવે !