________________
૨૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ગભરાઈએને તો આપણું બગડી જાય. એવી કંઈ જરૂર નથી. આમને પોસાય અને ના પણ પોસાય, તેની દરકાર કર્યા સિવાય આપણે કર્યું જવાનું. આપણે તો હું કંઈ જ કરતો નથી” એ ભાવ, નિરંતર ખ્યાલ એ આખું કેવળદર્શન છે.
એ નિરંતર ખ્યાલ એ જ કેવળદર્શન તમે બત્રીસ ભાતની રસોઈ જમતા હોય ચંદુભાઈ, તો જગતના લોક શું કહે ? આ શું ધર્મ કરવાના ? એક બાજુ કેટલાક સમજણવાળા હોય તે કહે કે ના, ખરો ધર્મ તો એ જ પામી ગયા છે. એક બાજુના લોકોને પોસાય અને એક બાજુના લોકોને ના પોસાય. એવું બને ખરું ? ઘરમાં આટલા જણને પોસાય ને ઘરમાં આટલા જણને ના પોસાય. પોસાય કે ના પોસાય એવું જોવાનું નથી, પણ તમારા મનમાં ખ્યાલ રહેવો જોઈએ કે “હું કરતો નથી, આ ચંદુભાઈ કરે છે. દરેક બાબતમાં હું આ કરતો નથી, આ ચંદુભાઈ કરે છે. એ કર્તા હું નથી, પુદ્ગલ છે”.
પ્રશ્નકર્તા: એ કર્તા પુદ્ગલ છે ?
દાદાશ્રી : ખરેખર એઝેક્ટ એમ જ છે. આમ જાણીએ છીએ ખરા કે હું કરતો નથી, વ્યવસ્થિત કરે છે પણ ખ્યાલ રહેવો જોઈએ એની ઉપર. આ બાજુના લોક કહે, દાદાજી, બહુ સારી વાત હતી તમારી. આ બાજુવાળા કહેશે, દાદાજી, આ તો તમે ખોટું બોલ્યા. તે આપણે જોવાની જરૂર નથી. આપણને નિરંતર ખ્યાલ રહે છે કે નહીં ? તમને તમારું આ વર્તે છે ? ત્યારે કહે, બસ, થઈ રહ્યું. પછી આપણે આ જોવા જઈએ તો આપણી પાસે છે એ પછી નીચે પડી જાય. જગતને નાયે પોસાય. જગતને તો ક્યારેય પોસાયું જ નથી. એંસી જણને પોસાય ને પાંચ જણને ના પોસાય. કાળા વાવટા ધરીને આવતા જ હોય અહીં આગળ, ટોળું આવતું જ હોય. લાલ વાવટા ધરીને આવેને ? એટલે જગતને પોસાય યા ના પોસાય, અમે કહી દીધુંને ! લોકો જગતથી ડરે છે.
ચંદુભાઈ ગમે તે કરતા હોય, સારા-ખોટામાં જો તને “કંઈ જ