________________
(૬.૨) કેવળદર્શનની વ્યાખ્યા ને પ્રસંગ
૨૯૭
મહાત્માઓ બે-ચાર-પાંચ બેઠેલા ઘરમાં, આગલી રૂમમાં.
પ્રશ્નકર્તા: મામાની પોળમાં !
દાદાશ્રી : હા. વાતો, સત્સંગ કરતા'તા. તે નહાવા ગયો'તો દસ વાગ્યે, ત્યાં મહીં મને વિચાર આવેલો. તે નાહીને હું તો આમ રૂમાલ વીંટીને નીકળ્યો બહાર ત્યારે મેં મહાત્માઓ બધા બેઠેલા ને કહ્યું, અલ્યા ભઈ, લખી લો, વાક્ય આવ્યું છે. તે આ વાક્ય બોલ્યો હતો. આ જગતમાં જે કંઈપણ કરવામાં આવે, કંઈપણ એટલે એની પછી વિગત નહીં. જે કંઈપણ કરવામાં આવે એ જગતને પોસાય યા ના પણ પોસાય છતાં હું કંઈ જ નથી કરતો, એવો નિરંતર ખ્યાલ રહેવો, એનું નામ કેવળદર્શન છે. બહુ મોટું વાક્ય નીકળેલું. તે પછી બેઠા'તા એ મહાત્મા કહે છે પણ આનો અર્થ શું? કંઈ જગતને પોસાય યા ના પોસાય ! ખ્યાલમાં અકર્તા, પછી જ અટકવું જગતને પોષાય તે માટે
આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે એ જગતને પોસાય યા ન પણ પોસાય છતાં કંઈ પણ કરવામાં આવે, કંઈ પણ એટલે એમાં તો બધો બહુ મોટો અર્થ સમાય છે. કંઈ પણ એટલે આપણે એમ નથી કહેતા કે આ સારું-ખોટું છે. ખરું-ખોટું ગમે તે કરવામાં આવે, તે જગતને પોસાય યા ના પણ પોસાય.
પ્રશ્નકર્તા: કયા અર્થમાં પોસાવાની વાત કહો છો ?
દાદાશ્રી : “પોસાય યા ના પોસાય જગ આ લોકો જગતમાં પોસાય એ સારું પડી રહ્યા છે. જગતને તો પોસાય કે નાયે પોસાય, તેના માટે ક્યાં બેસી રહો ? જગતને કંઈ જ પોસાય નહીં.
જગતને બધું પોસાવા માટે તૈયારી કરવા જશો તો કોઈ દહાડોય જગતને નહીં પોસાય. પોસાવા તરફ દૃષ્ટિ રાખશો તો તમારું કામ બગડી જશે. કેટલાકને પોસાય, કેટલાકને ના પોસાય, કેટલાક વિરોધ કરે, આપણે ગભરાવાનું નહીં. આ બાજુના લોકો કહેશે, તમે બહુ સારું કર્યું અને બીજા કહે, અમને આ પસંદ નથી તમે કરો છો એ. એમાં જો આપણે