________________
(૬.૨) કેવળદર્શનની વ્યાખ્યા ને પ્રસંગ
૨૯૯
કરતો નથી” એવો ખ્યાલ રહેતો હોય તો તે મહાવીર થઈ રહ્યો છું. બહુ મોટું વાક્ય છે આ.
ગુહ્ય ગોપિત સમજ આપી, બતાવ્યા દાદાએ નીડર
પ્રશ્નકર્તા: જે કંઈપણ કરવામાં આવે એ જગતને પોસાય યા ન પણ પોસાય છતાં હું કંઈ જ કરતો નથી એવો ખ્યાલ રહેવો, પણ એવો
ખ્યાલ રાખનાર જગતને ના પોસાય એવું કરે જ નહીંને એ ? એનાં એકેય વર્તનમાં જગતને ના પોસાય એવું હોય જ નહીં.
દાદાશ્રી : જગતને કેવી રીતે પોસાય તે ?
પ્રશ્નકર્તા : એમ નહીં, પણ જે કેવળજ્ઞાની હોય એ જગતને ન પોસાય એવું તો કરે જ નહીં ?
દાદાશ્રી ના, એ હું તમને કહું. આ બાજુ છે તે આઠ બંગલાવાળા હોય, આ બાજુ આઠ બંગલાવાળા હોય એટલે સોળ બંગલાની વચ્ચે પોતાનું મકાન હોય, હવે કેટલાક લોકોને હું કરતો હોય તે ફાવે અને કેટલાકને ના ફાવે. ફાવે તેનો આપણે વાંધો નથી, ના ફાવે તોય આપણને વાંધો નથી અને હવે વાંધો ઊઠાવશે તોય વાંધો નથી આપણે.
આ બાજુના કહે કે દાદા, તમે આ ખરાબ કર્યું. આ બાજુના કહે કે દાદા, તમે સારું કર્યું. તે અમને વાંધો નહીં. છતાંય “હું કરતો નથી” એવું અમને લાગ્યા કરે, ત્યારે કેવળદર્શન કહેવાય. આ બાજુના આમને એવો અભિપ્રાય લાગ્યો કે આ ખરાબ કરી રહ્યા છે. આમને એવો અભિપ્રાય લાગે કે સારું કરી રહ્યા છે. બન્ને ખોટી વાત છે. જોતાં જ ના આવડે. માણસનું ગજું શું કે જોઈ શકે ? ચામડાની આંખથી કેટલુંક જોઈ શકે માણસ?
પ્રશ્નકર્તા: હા, પણ એનું વ્યવહારિક વર્તન એવું હોય નહીં ને !
દાદાશ્રી : વ્યવહારિક વર્તનનો સવાલ નથી, આપણે કહીએ કે ભઈ, આજે જલેબીનું જમણ છે. ત્યારે પેલા કહેશે, ના, અમારે ફલાણું જોઈએ. અને વ્યવહારિક વર્તન તો તમે મારી જોડે રહોને તો ખબર પડે.