________________
(૬.૧) કેવળદર્શનની સમજ
૨૯૫
યા ન પણ પોસાય છતાં “હું કંઈ જ કરતો નથી” એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળદર્શન. કેવું અજાયબીવાળું વાક્ય ! નિરંતર ખ્યાલ રહેવો જોઈએ. અને તે એય પહેલું અમે આપીએ જ છીએ બધાને.
પ્રશ્નકર્તા: “હું કંઈ જ કરતો નથી” એ ભાવ નિરંતર રહે તો કેવળદર્શન થાય ?
દાદાશ્રી : હા, કારણ કે તીર્થકરો વર્તનને જોતા નથી, તીર્થકરો ભાવસત્તાને જુએ છે. એટલે આપણને તીર્થકરોનું માન્ય છે, ને લોકોનું આપણે ક્યાં માન્ય કરીએ ?