________________
૨૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
છેલ્વે સ્ટેશને (છેલ્લી દશાએ), જે અવતારમાં મોક્ષ થવાનો છે તે અવતારમાં તેને લક્ષ બેસે, ત્યાં સુધી સમકિત રહે.
નિરંતર પ્રતીતિને ક્ષાયક સમકિત કહ્યું છે. એક ક્ષણ આઘીપાછી ના થાય એવી નિરંતર પ્રતીતિ. આપણે બધાને નિરંતર પ્રતીતિ આવી છે. એટલે ક્ષાયક સમકિત કહ્યું. પેલું સમ્યક્ દર્શન એટલે શું, કે અમુક વખત પ્રતીતિ રહે ને પછી ઊડી જાય. એકાદ ગુંઠાણું રહે ને ઊડી જાય. પાછું હતો તેવો ને તેવો થઈ જાય. બીજી પ્રકૃતિઓ, કષાયો ઉપશમ છે. બીજી પ્રકૃતિઓ દબાઈ ગયેલી હોય અને પછી જ્યારે સત્સંગમાં આવ્યો હોય ત્યારે એને ઉપશમ સમકિત થાય ને પ્રતીતિ બેસી જાય. પણ એક ગૂઠાણું જ બેસે. પછી બીજી પ્રકૃતિ ઉખડે, પેલી ચાલી જાય. એક ફેરો સ્પર્શ થયા પછી આવ્યા કરે. એનો નિયમ એવો છે કે એનો સ્પર્શ થયો, તે પછી વહેલું મોડું પણ આવ્યા કરે.
“કર્તા નથી'તી નિરંતર પ્રતીતિ તે કેવળદર્શત
આ ચંદુભાઈ જે કંઈ કરે છે, સવારમાં ઊઠીને, તે એમાં તમે એક વાળ પણ કર્યો નથી. એવું તમને શ્રદ્ધા બેસી જાય, એ પ્રતીતિ બેસી જાય કે હું કંઈ કરતો નથી, ત્યારે કેવળદર્શન થાય.
પોતાની પ્રતીતિ સંપૂર્ણ બેસી ગઈ. “હું કર્તા નથી' એ પ્રતીતિ બેઠી. આ જન્મથી અત્યાર સુધી કોઈ ચીજનો હું કર્તા નથી, એની પ્રતીતિ બેસવી એનું નામ કેવળદર્શન. લોકોને કર્તાપણું જાય નહીં, છૂટે નહીં. આપણે છોડાવીએ તોય ના છૂટે.
ક્રમિકમાં પહેલું જ્ઞાન પછી દર્શન, આપણા અક્રમમાં દર્શન પહેલા પછી જ્ઞાન. ક્રમિક માર્ગમાં જ્ઞાનને બુદ્ધિએ કરીને જણાય, પછી દર્શનમાં આત્મા આવે. ત્યાં જ્ઞાન કરીને જ્ઞાન ના સમજાય. જ્યાં ત્યાગ ત્યાં જ્ઞાન નહીં. જ્યાં “હું આનો કર્તા છું' એમ કિંચિત્માત્ર રહે ત્યાં આત્મા અધૂરો રહે, જ્ઞાન અને દર્શન અધૂરું રહે, કેવળદર્શન ના થાય.
આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોસાય