________________
(૬.૧) કેવળદર્શનની સમજ
૨૯૩
અજ્ઞાન જાય, પછી જ્ઞાનાવરણીય જાય, ધીમે ધીમે. આવરણ પૂરું થઈ ગયું કે પૂર્ણિમા, પૂનમનો ચાંદ, ત્યાં સુધી બીજનો ચાંદ ઊગે.
પ્રશ્નકર્તા : એવી જ રીતે દર્શનાવરણ ને મિથ્યા દર્શન ?
દાદાશ્રી : મિથ્યા દર્શનેય ઊડી ગયું ને દર્શનાવરણયે ઊડી ગયું. મોહનીય ઊડી ગયું. અંતરાય નથી ઊડ્યા, જ્ઞાનાવરણીય નથી ઊડ્યું. આ ચાર છે તે આત્મઘાતી, ઘાતકર્મ કહેવાય. તે ઘાતકર્મમાં ચારિત્રમોહનીય અને જ્ઞાનાવરણીય એ બેનો જેમ જેમ નિકાલ કરશો સમભાવે, તેમ તેમ આવરણીય ઓછા થશે, તેમ તેમ અંતરાય તૂટતા જશે. પ્રતીતિ, સમ્યક્ દર્શને આવે-જાય તે કેવળે વર્તે નિરંતર
પ્રશ્નકર્તા ઃ દર્શનાવરણ જે તૂટ્યું તો પછી અનંત વસ્તુઓ છે વિશ્વની, તે દેખાવી જોઈએને ?
દાદાશ્રી : દશ્યો દેખાવવા જોઈએ નહીં. એ દેખાવવા માટે દશ્ય નથી, એ પોતે પોતાની શ્રદ્ધા માટે છે. પોતાનું બધું દેખાયું એ કેવળ શ્રદ્ધા કહેવાય છે. કેવળદર્શન એટલે કેવળ શ્રદ્ધા.
પ્રશ્નકર્તા ઃ તો પછી સમ્યક્ દર્શન અને કેવળદર્શન બે એક જ થાયને?
દાદાશ્રી : ના, સમ્યક્ દર્શન એટલે તો મિથ્યા દર્શન નથી એવી પ્રતીતિ રહે છે ત્યારે કહેવાય છે.
પ્રશ્નકર્તા : પ્રતીતિ એટલે જ શ્રદ્ધાને ?
દાદાશ્રી : પ્રતીતિ એટલે શ્રદ્ધા. એ શબ્દોથી પ્રતીતિ, તો એ મિથ્યા દર્શન ગયું કહેવાય. એને સમકિત થયું કહેવાય. અને “હું શુદ્ધાત્મા છું” ભાન વર્તે, લક્ષ વર્તે ત્યારથી કેવળદર્શન કહેવાય છે. અને ત્યાં સુધી શુદ્ધાત્મા તો કોઈને, જ્ઞાનીનેય ના વર્ત. આ ક્રમિક માર્ગના કોઈ જ્ઞાનીને શુદ્ધાત્મા છું' એવું લક્ષ નિરંતર ના રહે. અને ટૉપ ઉપર જ્યારે જાય ત્યારે