________________
૨૯૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
અનુભવ થાય છે, એટલે એને અંશ જ્ઞાન થાય, એનું પછી સર્વાશ જ્ઞાન થાય. જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ચારિત્ર વધતું જાય. જ્ઞાન અને દર્શનનું ફળ આવે ત્યારે ચારિત્ર કહેવાય. આપણને આ અક્રમ માર્ગમાં પ્રતીતિ પ્રમાણે અનુભવ થાય, એટલું જ્ઞાન પ્રગટ થાય.
જેટલા પ્રમાણનો અનુભવ, એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું જ ચારિત્ર કહેવાય. તપ વગર ચારિત્ર ના હોય. જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય. તપને જોવું-જાણવું એ જ ચારિત્ર.
તમારી પાસેથી કોઈ દસ હજાર લૂંટી લે, તે વખતે આ પુદ્ગલની કરામત છે તેવું તમને ભાન રહે તે કેવળદર્શન. પુગલની કરામતની ગેડ બેસી જાય તો કેવળદર્શન. પુદ્ગલની કરામતની ક્રિયા જાણવામાં આવે તો કેવળજ્ઞાન. પુદ્ગલની કરામત છે એવું વર્તનામાં આવે તો કેવળચારિત્ર.
તિમિત થકી, સૂઝ પરિણમે કેવળદર્શનમાં પ્રશ્નકર્તા સત્સંગમાં આપે કહ્યું હતું કે સૂઝ એ દર્શન છે તો એ તો એ કેવળદર્શન સુધી પહોંચે છે ?
દાદાશ્રી : સૂઝ એ દર્શન છે સહજ પ્રાપ્ત થતું, વિના પ્રયાસે પ્રાપ્ત થતું, એ દર્શન ખૂલતું ખૂલતું કેવળદર્શન થઈને ઊભું રહે છે. પણ નિમિત્ત જોઈએ વચ્ચે, નિમિત્ત ! સંસારમાં બધી સૂઝ પડે પણ પોતાની સૂઝ ના પડે કે હું કોણ છું', ત્યાં સુધી કેવળદર્શન' ના થાય.
પ્રશ્નકર્તા: સૂઝ ઉપાદાનમાંથી નીકળે છે ?
દાદાશ્રી: હા, તેથી આપણા લોકો કહે છેને કે, નિમિત્ત મળતા જો ઉપાદાન જાગ્રત ના રાખે તો ખલાસ, તો કામ ના થાય. દરેકને સૂઝ પડે, એ દર્શન છે. એ સૂઝ જ કામ કરતી જાય છે. સૂઝ જેટલી વધતી જાય એટલું દર્શન વધતું જાય. એમ કરતાં કરતાં છેવટે ફૂલ દર્શન થાય છે ત્યારે કેવળદર્શન સુધી જાય છે. કેવળદર્શન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાનના અંશો પ્રગટ થતા જાય.