________________
(૬.૧) કેવળદર્શનની સમજ
૨૮૯
પ્રશ્નકર્તા : સાચી શરૂઆત અહીંથી થાય.
દાદાશ્રી: મુક્ત થયો લાગે. બંધાયેલો હતો, એ બંધાણમાંથી મુક્ત થયો છું, એવું લાગે.
નવ જાતના દર્શન, તેમાં ચક્ષુ દર્શન જતાં રહે તો પછી રહ્યું શું? અચક્ષુ દર્શન, અવધિદર્શન છે, કેવળદર્શન.
જ્યાં સુધી કેવળદર્શન ના થાય ત્યાં સુધી સ્વરૂપની અજ્ઞાનતા રૂપી અંધાપો જાય નહીં. કેવળદર્શન થયું કે અંધાપો ગયો.
અક્રમે, દર્શન-તપ-જ્ઞાન-ચારિત્ર ક્રમિક માર્ગમાં આ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર એ બાહ્યમાં, એ અંદરનો ભાગ તો અંદરનો જ છે પણ બધું શબ્દથી (વ્યવહારથી) છે, યથાર્થ (નિશ્ચયથી) નથી. બહુ ત્યારે છઠ્ઠા ગુઠાણા સુધી પહોંચે અને સાતમું કો'ક દા'ડો દેખે. બસ, સાતમા ગુંઠાણે કોઈ ફેરો કલાક જઈ શકે. તે બન્યું નથી આ કાળમાં હજુ. તે એનું આ વર્ણન છે અને આપણા અક્રમ માર્ગમાં આ કેવળદર્શન, કેવળજ્ઞાન અને કેવળચારિત્ર, તે કેવળદર્શનમાં પહોંચી ગયા છે. કેવળજ્ઞાનમાં પહોંચી શકાય એમ નથી.
અમે આ જ્ઞાન આપીએ છીએ ને, તે કેવળદર્શનનું જ્ઞાન આપીએ છીએ, લાયક સમકિતનું જ્ઞાન આપીએ છીએ. એ કેવળજ્ઞાન નથી પણ આજ્ઞારૂપી કેવળજ્ઞાન છે અને કેવળદર્શનવાળું જ્ઞાન છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ ચારેયવાળું જ્ઞાન છે. પછી એનું લાયક જ્ઞાન ક્યારે થાય? જો અમારી આજ્ઞામાં રહે તો. તો એ સમજ પછી વર્તનમાં આવે ત્યારે ક્ષાયક જ્ઞાન થાય.
દર્શનમાં ફેર થયો, જ્ઞાનમાં ફેર થયો અને તેથી ચારિત્રમાં ફેર છે. વિભાવિક થયું છે દર્શન, જ્ઞાન ને ચારિત્ર એટલે દર્શન-જ્ઞાન ફરે એટલે બધું ફરી જાય. આ મેં “કેવળદર્શન આપ્યું, તેનાથી તમારું બધું ફરી જશે.
દર્શન તો સર્વાશ જ આપેલું છે, કેવળદર્શન આપ્યું છે. જેટલો