________________
૨૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જ્ઞાતી કૃપાએ પામ્યા કેવળદર્શત
પ્રશ્નકર્તા : જ્ઞાનવિધિમાં સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય છે ને ?
દાદાશ્રી : હા, સમ્યક્ દર્શન ખરું, પણ ક્ષાયક. હવે તે ક્ષાયક સમકિત થયું એટલે શુક્લધ્યાન થયું, પણ શુક્લધ્યાનનો પાયો કયો ? ત્યારે કહે, તમારો પહેલો પાયો.
હવે ‘કંઈક છે’ (‘હું શુદ્ધાત્મા છું') એવું તમને જે જ્ઞાન બેઠું, એના પરિણામ તમે જોયા. પણ હજુ સ્પષ્ટ તમે કશું જોયું-કર્યું નથી, સ્પષ્ટ વેદન થયું નથી, અસ્પષ્ટ વેદન છે. એટલે ‘કંઈક છે’ એવું લાગ્યું તમને પણ ‘આ છે' એવું ડિસિઝન હજુ આવ્યું નથી.
પ્રશ્નકર્તા : ‘આ છે’ એ નક્કી થયું નથી.
દાદાશ્રી : ‘આ છે' એ નક્કી ક્યારે થશે ? કેવળજ્ઞાન થશે તે
વખતે.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન એટલે શું ?
દાદાશ્રી : એ તમને અનુભવમાં આવે. પછી તમને કશું અડે નહીં. ખોખું ને આત્મા બેઉ જુદા ને જુદા દેખાય એ કેવળજ્ઞાન. જેમ નાળિયેરની અંદર પેલો ગોટો હોય ને તે જુદો થઈ જાય છે ને ખખડે છે, એનું નામ કેવળજ્ઞાન અને ચોંટેલો હોય ત્યાં સુધી કેવળદર્શન.
સમજ એ દર્શત, અનુભવ એ જ્ઞાત
આપણું આ ‘કેવળદર્શન’ એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળજ્ઞાનમાં આવે છે. તમને જે સમજમાં આવ્યું છે, તે અનુભવમાં ના આવ્યું. માટે સમજમાં નહોતું એમ કહેવાય નહીં. સમજમાં આવે એ દર્શન અને અનુભવમાં આવે એ જ્ઞાન.
ક્રમિકમાં સમકિત થાય ત્યારે પછી કેવળદર્શન થાય, આ તો તમને સીધું જ કેવળદર્શન આપ્યું છે.