________________
(૬.૧) કેવળદર્શનની સમજ
૨૮૭
પૂરતું કે ખરેખર “હું આ નથી.” માટે “હું શુદ્ધાત્મા છું' એ વાત સાચી છે એવું મને લાગે છે, એવી પ્રતીતિ બેસવી એ ઉપશમ સમકિત અને આ તો બધું સમજમાં આવી જાય, કેવળદર્શન. કો'ક જીવને થઈ જાય એવું લાયક સમકિત, નહીં તો ક્ષાયક સમકિત થાય નહીં. કપાળુદેવે પોતે એમ કહેલું કે લાયક સમકિત છે પણ એ બહાર પડી ગઈ વાત, તે લોકોએ ટીકા કરવા માંડી. એટલે એમણે કહ્યું કે અમને ક્ષાયક સમતિ ના હોય તો પણ અમને સમકિત છે જ. ભલે આપણા શાસ્ત્રોએ ના પાડી પણ સમકિત તો છે જ. શાસ્ત્રમાં લખેલું, લાયક દર્શન નથી. આ કાળમાં સમકિત જ નથી ને ! એટલે એ ક્રમિક માર્ગમાં બધું ના પાડી છે. આ બધા દસ પ્રકારના ભાવો વિચ્છેદ ગયા છે. આ કાળના હિસાબે દિવ્યચક્ષુ ને એ બધું ના હોય, કહે છે. આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે ઉત્પન્ન થયું છે.
ક્ષાયક દર્શન કે ક્ષાયક સમક્તિ એ કેવળદર્શન
પ્રશ્નકર્તા : દાદા, વીતરાગ ભગવંતોએ જે દૃષ્ટિથી જગતને જોયું, એ દૃષ્ટિ સમ્યક્ દર્શન ને ?
દાદાશ્રી : ના, વીતરાગોએ જે જગત જોયું, એ તો લાયક દર્શન છે. એટલે આ ક્ષાયક સમકિતથી જોયું.
પ્રશ્નકર્તા કેવળદર્શનથી ?
દાદાશ્રી : હા, એટલે કેવળદર્શન, લાયક દર્શન જેને કહે છે ને, ક્ષાયક સમતિ કહે છે ને, તે. વીતરાગને આ ઉપશમ સમકિત ને ક્ષયોપશમ સમકિત એવું-તેવું ના હોય. એટલે એ દૃષ્ટિ બધી બહુ જુદી જાતની હોય, બહુ સુંદર દૃષ્ટિ હોય, કેવળદર્શન.
પ્રશ્નકર્તા: લાયક સમકિત અને કેવળદર્શન એક જ ?
દાદાશ્રી : એક જ છે, બીજું કશું છે નહીં. દર્શન આવી ગયું, કેવળદર્શન. એ દર્શન, આ આંખે દેખાય છે તેને દર્શન નથી ગણાતું. આ તો ઈન્દ્રિય દર્શન છે.