________________
૨૮૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પૂર્ણ સમજે કેવળદર્શત, પૂર્ણ જ્ઞાને કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન ને કેવળદર્શનમાં શું ફરક ?
દાદાશ્રી : એ તો જાણે કે સમ્યક્ દર્શન એ વસ્તુ તો અમુક થઈ પણ પછી આવરણ આવી જાય અને આ ક્ષાયક સમકિત એટલે કેવળદર્શન છે, આવરણ જ ના આવે એની પર.
પ્રશ્નકર્તા : આત્મદર્શન, કેવળદર્શન, કેવળજ્ઞાનમાં શું ભેદ ?
દાદાશ્રી : પોતે દેહાધ્યાસથી મુક્ત થાય ત્યારે આત્મદર્શન થાય, દેહાધ્યાસથી મુક્ત એટલે દેહમાં જે આત્મબુદ્ધિ હતી, ‘આ દેહ જ હું છું’ એ આત્મબુદ્ધિ છૂટી જાય. દેહાધ્યાસ છૂટી જાય એટલે આત્મજ્ઞાન થાય. સાંસારિક દુ:ખ સ્પર્શે નહીં એનું નામ આત્મજ્ઞાન.
આત્માથી આત્મા જાણવો, એનું નામ આત્મજ્ઞાન. સંપૂર્ણ આત્મજ્ઞાન કોને કહેવાય ? ‘કેવળદર્શન' હોય તેને.
કેવળદર્શન થતા પહેલા અગિયારમા ગુંઠાણામાંય પુદ્ગલ રમણતા કરે છે અને કેવળજ્ઞાન થાય ત્યારે નિરંતર સ્વરૂપની જ રમણતામાં રહે. પુદ્ગલ પુદ્ગલની રમણતા કરે અને સ્વરૂપ સ્વરૂપની રમણતા કરે.
પૂર્ણ કેવળદર્શન એટલે શું, કે જે સમજવાની ચીજ સંપૂર્ણ સમજી લીધી, બાકી ના રહી. જાણવાનું બાકી રહ્યું એને સંપૂર્ણ જાણી લીધું અને જગતમાં કોઈ ચીજ જાણવામાં બાકી ના રહે એનું નામ કેવળજ્ઞાન. કેવળદર્શન બધું સમજમાં આવે પણ જ્ઞાનમાં ના આવે. કેવળજ્ઞાન એટલે જ્ઞાનમાં સંપૂર્ણ થઈ ગયું કહેવાય. કોઈ પણ પ્રદેશ ઉપર આવરણ નહીં, અનંત પ્રદેશોનું બધું આવરણ તૂટી ગયેલું.
સંપૂર્ણ સમજમાં આવી ગયું એનું નામ કેવળદર્શન અને જ્ઞાનમાં આવે વિગતવાર, પોતે બીજાને પણ સમજાવી શકે ત્યારે કેવળજ્ઞાન કહેવાય. પોતાની સમજમાં બેઠું, ગેડમાં બેઠું એને કેવળદર્શન કહ્યું. અને પેલું સમજમાં નહીં આવવાનું. સમજમાં આવે તે કેટલું ? એટલા જ