________________
તેથી અજાગૃતિથી પુદ્ગલ પેન્ડિંગ રહી જાય છે. જેમ જેમ આજ્ઞા પળાશે, ફાઈલોના સમભાવે નિકાલ થશે, તેમ તેમ જાગૃતિ પાછી વળતી જશે, પછી જુદું જ રહેશે.
દાદાશ્રીના જેવી દૃષ્ટિ કેળવવી પડશે. ગાળો ભાંડે તેય નિર્દોષ દેખાય. ગાળો ભાંડનારું પાવર ચેતન છે ને દરઅસલ ચેતન શુદ્ધાત્મા છે. દોષિત દેખાય તે ભ્રાંતિ છે. સામાનું પાવર ચેતન આપણા હિસાબને આધીન છે. હિસાબ ચૂકવાઈ ગયો, નિર્દોષ દષ્ટિ રહી તો પછી કશું રહેતું નથી. [૪] મિશ્ર ચેતત
ચેતન ચેતનમાં છે, અચેતન અચેતનમાં છે. અચેતન વિનાશી છે, ચેતન અવિનાશી છે.
મન-વચન-કાયા, બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ક્રોધ-માન-માયા-લોભમાં મૂળ ચેતન નથી. આ સમજણ નહીં પડવાથી પોતે ગૂંચવાય છે.
ક્રોધ-માન-માયા-લોભ જડનાય ગુણ નથી ને ચેતનનાય ગુણ નથી. આત્મા અને જડ આ બે નજીક આવી ગયા એટલે વ્યતિરેક ગુણ ક્રોધમાન-માયા-લોભ ઉત્પન્ન થાય છે. એનાથી આ જગત ચાલી રહ્યું છે.
વ્યતિરેક ગુણમાં મૂળ આત્મા બગડ્યો નથી. એના ગુણમાં જે દર્શન છે, એ લોકોના અજ્ઞાન પ્રદાનથી આવરાયું છે. એટલે પોતાને ‘હું ચંદુલાલ છું, હું જ આ કરું છું, આ શરીર મારું છે' એ રોંગ બિલીફો બેસી ગઈ. સંજોગના દબાણથી, અજ્ઞાનતાથી રોંગ બિલીફમાં ચેતન પેસી ગયું. એ મિશ્ર ચેતન કહેવાય.
‘હું ચંદુ, મેં કર્યું’ એ મિશ્ર ચેતન. એણે આવતા ભવ માટેની પ્રતિષ્ઠા કરી. એટલે પછી બીજે ભવ પ્રતિષ્ઠિત આત્મા તરીકે એ ફળ આપશે, એ જ નિશ્ચેતન ચેતન એટલે માત્ર મડદું.
મિશ્ર ચેતનનો જન્મ એમ ને એમ નથી થયો. વ્યવહાર આત્મા (ડેવલપ થતો ‘હું’)ની બિલીફ બગડી છે. તે ચાર્જ કર્યા કરે છે. તેનાથી આ ઊભું થયું છે, છતાં મૂળ આત્મા એવો ને એવો જ છે.
37