________________
(૬.૧) કેવળદર્શનની સમજ
‘કેવળદર્શન’શરૂઆત છે. ‘સમજ' એ ‘કેવળજ્ઞાન’ની ‘બિગિનિંગ’ (શરૂઆત) છે.
૨૮૩
પ્રશ્નકર્તા : પૂર્ણ સમજ એટલે શું ?
દાદાશ્રી : ક્ષાયક દર્શન. આપણે અહીં ક્ષાયક દર્શન આપીએ છીએ. સંપૂર્ણ પ્રતીતિ, સંપૂર્ણ સમજ.
કેવળદર્શન એટલે ક્ષાયક સમકિત. એ થયા પછી કેવળજ્ઞાન થાય. કેવળદર્શનથી જ્ઞાન દેખાય. જ્ઞાન દેખાય એટલે શું કે કંઈક આગળ જોયું આપણે, ‘કંઈક છે’ એવું કેવળદર્શન અને ‘આ છે’ એ કેવળજ્ઞાન. કેવળદર્શત + કેવળજ્ઞાત = શુદ્ધ ચેતન
હવે ચેતન શેનું બનેલું છે તે કહું. કયા કયા શબ્દોથી બનેલું છે ? એ જ્ઞાન અને દર્શન બે ભેગું થયું એનું નામ ચેતન. એ ચેતન પોતાના ગુણધર્મને આધીન છે.
પ્રશ્નકર્તા ઃ એટલે જ્ઞાન અને દર્શન બન્ને જરૂરી છે ચેતન માટે ? દાદાશ્રી : એ હોય તો જ આ ચેતન કહેવાય.
ઃ
પ્રશ્નકર્તા : બેમાં પહેલું કયું એ જોવાનું નથી, બેમાં જ્ઞાન પહેલું કે દર્શન પહેલું એ જોવાનું નથી પણ બન્ને હોવા જરૂરી.
દાદાશ્રી : બન્ને સંપૂર્ણ પ્રમાણે હોવા જોઈએ. કેવળજ્ઞાન હોય એટલે કેવળદર્શન હોય જ. કેવળદર્શન હોય અને કેવળજ્ઞાન ના હોય તો હજુ અધૂરું છે. જ્યારે કેવળદર્શન અને પછી કેવળજ્ઞાન બે ભેગું થઈ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ ચેતન થઈ ગયું.
કેવળદર્શન અને કેવળજ્ઞાત એ અનુભવગમ્ય
પ્રશ્નકર્તા : કેવળદર્શન અને કેવળજ્ઞાન એ યુગ્મપદ છે, એ સાથે જ હોય ?
દાદાશ્રી : હા, યુગ્મપદ જ છે. પણ એ પહેલું કેવળદર્શન હોય ને પછી કેવળજ્ઞાન થાય.