________________
[૧]
કેવળદર્શન
(ઉ.૧)
કેવળદર્શનની સમજ કેવળ આત્માની જ શ્રદ્ધા એ કેવળદર્શક' પ્રશ્નકર્તા: કેવળ એટલે શું ?
દાદાશ્રી : એબ્સૉલ્યુટ ! ફક્ત ! બીજું કંઈ નહીં જેમાં, ભેળસેળ કોઈ જાતનું નહીં, પ્યૉર.
પ્રશ્નકર્તા: કેવળદર્શન એટલે શું?
દાદાશ્રી : કેવળ આત્માની જ જેને શ્રદ્ધા છે એ “કેવળદર્શન છે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન” એટલે “કેવળદર્શન' ! શ્રદ્ધાપણે “કેવળજ્ઞાન થયું હોય તો દેહ સાથે મુક્તિ થાય ને જ્ઞાનપણે “કેવળજ્ઞાન” થાય તો મોક્ષ થાય !
આ જગત જેમ છે તેમ સમજમાં આવી જવું એનું નામ કેવળદર્શન. જાણમાં ના આવવું એટલે કેવળદર્શન અને જાણમાં આવી જાય એ કેવળજ્ઞાન કહેવાય. પહેલું સમજમાં આવી જાય.
‘પૂર્ણ સમજ એ કેવળદર્શન' કહેવાય અને વર્તનમાં આવે એ કેવળજ્ઞાન” કહેવાય છે. એ પૂર્ણ જ્ઞાન, કેવળજ્ઞાન” પૂર્ણાહુતિ છે અને