________________
(૫.૩) ત્રિકાળજ્ઞાન
૨૮૧ જશે એ સ્વરૂપને પકડતા નથી, ખીલેલા સ્વરૂપને, પ્રકૃતિથી ખીલ્યો છે ભાગ, એને પકડીએ છીએ. આ અવસ્થા સ્વરૂપ, આખું જગત ભ્રાંતિમાં હોય, તે વચલા સ્વરૂપને પકડે અને જ્ઞાનીઓ ત્રણેવ કાળના સ્વરૂપને પકડે.
લૌકિક માન્યતાને આધારે, કહ્યું ત્રિકાળ અમે જે વાત કરીએ છીએ એ છેલ્લી વાત કરીએ કે જેનાથી લોકો સાચી હકીકત પામે. એ ત્રિકાળ સત્ય છે. એમાં ફેરફાર ના થાય. એને ક્યારેય ચેકો ના મારવો પડે. કારણ કે આ શબ્દો ત્રિકાળી સત્ય છે.
પ્રશ્નકર્તા : ત્રિકાળી ક્યાંથી આવ્યું?
દાદાશ્રી: એ તો આપણા લોક કાળના ત્રણ ભાગ પાડે છે, ત્રિકાળ. અમારે થઈ ગયું તેને શું કહેવું ? ત્યારે કહે, “ભૂતકાળ'. હવે પછી થશે તેને શું કહેવું ? તો “ભવિષ્યકાળ'. અત્યારે શું ? ત્યારે કહે, વર્તમાનકાળ'. તે લોકોની માન્યતાના આધારે મારે ત્રિકાળ કહેવું પડે છે. નહીં તો કાળનું સ્વરૂપ એક જ છે, પણ લોકોની ભાષામાં કહેવું પડે ? જ્ઞાની પુરુષના માટે વર્તમાન કાળ એકલો જ હોય.