________________
૨૮૪
હોય.
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : હા પણ પહેલું ને છેલ્લું હોય જ નહીં, બન્ને સાથે જ
દાદાશ્રી : એ બધું તમારી દૃષ્ટિએ બરોબર છે. અમારી દૃષ્ટિ નથી આ. તમારું શાસ્ત્રમાં હોય એ બરોબર છે. હું તો મારી અનુભવની દૃષ્ટિથી કહું છું. અમારી દૃષ્ટિ આ પ્રમાણે છે. આપને ઠીક લાગે તો લેજો, ના ઠીક લાગે તો મારું પાછું આપજો.
પ્રશ્નકર્તા ઃ નહીં, એ તો જે લખ્યું છે શાસ્ત્રોમાં, એ વાત કરું છું, પોતાની વાત નથી કરતો.
દાદાશ્રી : એવું છે ને, શાસ્ત્ર અને અનુભવ, બે જુદી વસ્તુ છે. કારણ કે આત્મા શબ્દમાં કોઈ દા'ડો ઉતરી શકે એમ છે જ નહીં. ચાર વેદ વાંચી રહે ને ત્યારે ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ. એટલે એ જ્ઞાની સિવાય કોઈ આત્મા જાણી શકે નહીં. એ અનુભવગમ્ય વસ્તુ છે. કેવળદર્શન અને કેવળજ્ઞાન એ અનુભવગમ્ય વસ્તુ છે.
કેવળદર્શન ક્યારે થાય ? સાચું સમકિત, સમ્યક્ દર્શન ક્યારે થાય ? આખા જગતમાં ક્યાંય કોઈ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે. પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય.
અમને જગત દૃશ્ય છે, જ્ઞેય નથી. કેવળજ્ઞાનથી જગત જ્ઞેય થઈ જાય અને આ કેવળદર્શનથી દશ્ય થાય.
ભગવાને ગણી કિંમત, દર્શનની
પ્રશ્નકર્તા : આપે એવું કહ્યું હતું કે અમને સમજમાં આ જગત શું છે તે આવી ગયું પણ જાણપણામાં નથી આવ્યું. એ જાણપણું એટલે શું ?
દાદાશ્રી : વિગતવાર, ડિટેઈલ્સ.
પ્રશ્નકર્તા : ડિટેઈલ્સથી નથી આવ્યું એવું કહો તો ચાલે ? દાદાશ્રી : હા, એવું કહે તો ચાલે.