________________
(૫.૩) ત્રિકાળજ્ઞાન
વ્યવહારમાંયે કેટલાક માણસો જરા શુદ્ધ હૃદયના હોયને, તે બોલે તો એવું બધું થઈ જાય છે. એને ત્રિકાળજ્ઞાની કહે છે આપણા લોકો.
૨૭૭
કોઈ કહેશે, આ દાદા છે તે આમ કરે છે ને તેમ કરે છે. ‘મારા દાદા' બોલ્યા એટલે બધું મારું ફળ્યું. એ ફળે એને. ‘હું ત્રિકાળજ્ઞાની છું નહીં’ એવુંય જાણતો હોઉ, પણ એ એવું જાણે કે દાદા ત્રિકાળજ્ઞાની છે.
અત્યારે ત્રિકાળજ્ઞાની શબ્દ કાઢી નાખવા જેવો નથી, તેમ છતાં લોકો સમજે છે તે વાત સાચીયે નથી.
શુદ્ધ અંતઃકરણ તે યશતામ કર્મો, ભાખે સાચું ભવિષ્ય પ્રશ્નકર્તા : કેટલાક ભવિષ્યનું ભાખે તે સાચું પડતું હોય છે ?
દાદાશ્રી : કેટલુંક સાચું પડે તે એનું ચોખ્ખું અંતઃકરણ હોવાથી, અંતઃકરણની શુદ્ધિ હોય અને યશસ્વી હોય, તો તમારી વાત પૂછો કે તરત કહેશે કે ભઈ, પરમ દહાડે થઈ જશે. એટલે થઈ જાય તે કામ. તે ત્રિકાળજ્ઞાન નથી હોતું.
પ્રશ્નકર્તા : અંદાજથી કહે છે ?
દાદાશ્રી : નહીં, અંદાજ નહીં, ચોખ્ખું અંતઃકરણ અને યશસ્વી. યશ મળવાનો એટલે એના કહ્યા પ્રમાણે થઈ જાય. એ જ્ઞાન તીર્થંકરોનું નથી, એ જ્ઞાન જ્ઞાનીઓનું નથી. એ જ્ઞાન શુદ્ધ હૃદયવાળાનું છે, હૃદય શુદ્ધિવાળાનું છે. હવે હૃદય શુદ્ધિવાળાને ખબર પડે કે આમથી આમ થઈ જશે. પણ આ ઈન્દ્રિયજ્ઞાન અમુક હદ સુધીનું જ જ્ઞાન છે અને
અતીન્દ્રિયજ્ઞાન એ અસીમ છે. તે અસીમ થાય ત્યારે કેવળજ્ઞાન થઈ જાય છે.
તીર્થંકરો પણ ત્રણેય કાળતું દેખે વર્તમાતમાં
એવું છે ને, તીર્થંકરોને આ જ્ઞાન હતું, ત્રિકાળજ્ઞાન. તીર્થંકરોને કેવળજ્ઞાન હતું પણ ત્રિકાળજ્ઞાન શેને કહેતા હતા કે એ વર્તમાન જ જોઈ શકતા હતા. જ્ઞાનના આધારે જોઈ શકે, પણ આમ પોતે દર્શનથી ત્રણેય