________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
એટલે એ મનમાં જાણી ગયા'તા, ધારશીભાઈ કે ખીમજીભાઈ કંઈ નામ. એટલે એ આવી ગયા છે મળવા, એટલે સામે લેવા ગયા ને ‘આવો ધારશીભાઈ’ એમ કહ્યું, તો એવું શાથી જાણી ગયા ?
૨૭૬
દાદાશ્રી : એ તો બને, નાય બને. એ તો એવું છે ને, એ દર્શન છે. અમુક આમ એકાગ્રતા થાય તો મહીં દર્શન પડે છે કેટલાક માણસોને. તે શું બનશે એનો ભાસ પડે.
પ્રશ્નકર્તા : પણ એ ચિત્તની નિર્મળતા ઉપર આધાર રાખે છે ને ? દાદાશ્રી : ચિત્તની નિર્મળતા ઉપર. ચિત્તની નિર્મળતા હોય તો જ ભાસ પડે. એટલે આ સંતોનેય પડે. જ્ઞાનીઓનેય પડે એવું નહીં, એ સંતોનેય પડે. પણ કેટલાકને ચિત્તશુદ્ધિ હોવાથી આવું ભાસ થાય છે કે ભઈ, આમ બનશે. અને એ કરેક્ટ બને છે. માટે એ ખોટું નથી પણ એ ત્રિકાળીજ્ઞાન ન ગણાય.
કેટલાક માણસોને હૃદય શુદ્ધિ હોય છે. આત્માનું જ્ઞાન હોય કે ના હોય એ ડિફરન્ટ મેટર. પણ એક એવો અવસર આવે છે કે અમુક અમુક માણસોને હૃદય શુદ્ધિ થઈ જાય છે. એટલે એ કહે કે આજથી દસ વરસ પછી ચાર વાગ્યાને પાંચ મિનિટે આ ભાઈનો જમાઈ મરી જશે. તે એનું કરેક્ટ પડે. એટલે પછી આપણા લોક કહેશે, આ ત્રિકાળજ્ઞાની. મૂઆ, ત્રિકાળ દેખાય નહીં. એનું બોલેલું સાચું પડે.
પ્રશ્નકર્તા : એની સમજણમાં હોય ?
દાદાશ્રી : સમજણમાંયે નહીં, બોલેલું જ સાચું પડે. બસ વચન
સિદ્ધિ.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ વગર મફતનું શું કરવા એવું બોલે ? એ બોલે એના આધીન પેલું થાય છે કે થવાનું છે એને ઑટોમેટિક બોલાઈ જવાય છે, આમની પાસેથી ?
દાદાશ્રી : થવાનું છે એવું આમની પાસેથી બોલાઈ જવાય છે. થવાનું છે એ એના શુદ્ધ હૃદયને લઈને બોલાઈ જવાય છે. એ તો આપણા