________________
(૫.૩) ત્રિકાળજ્ઞાન
૨૭૫
પ્રશ્નકર્તા એવું કહે છે કે ભગવાન મહાવીરે ઘણાને પાછલા જન્મો બતાવ્યા હતા.
દાદાશ્રી : એમને પોષાય એ. ભગવાન મહાવીરને પોષાય. આ લોકોને પાછલા અવતાર દેખાયને, તો શી દશા થાય આ લોકોની ! તે આમને તો દેખાવા ના જ જોઈએ. આ લોકોને ત્રિકાળજ્ઞાન આપે, તમને ત્રિકાળજ્ઞાન આપે, તો તમારી શી દશા થાય ?
ત્રિકાળજ્ઞાનનો અર્થ શું છે ? ત્રિકાળીજ્ઞાન કે હવે પછી શું થશે તે. એટલે આજે, અત્યારે તમને એ જ્ઞાન હાજર હોય અને તમારે બહાર જવું હોય તો તમને એ જ્ઞાન શું દેખાડે, કે રસ્તામાં ગાડી અથડાશે ને ત્યાં આગળ એક પગ તૂટી જશે. એવું બધું તમને દેખાડે, અહીંથી જ. હવે તમે શું કરો તે વખતે ? એ કહો મને.
પ્રશ્નકર્તા : જવાનું માંડી વાળીએ.
દાદાશ્રી : એટલે એ જ્ઞાન જતું રહે. જ્ઞાન શું કહે છે ? જો તને વિકલ્પ આવે તો હું જતું રહીશ. એ તો એ પ્રમાણે જ વર્તવું જોઈએ. જવું જ જોઈએ ત્યાં આગળ, અથડાઈએ તે જગ્યાએ. એમાં વિકલ્પ નહીં કરવાનો પછી તો એ ત્રિકાળજ્ઞાન ટકે એવું છે. હવે એ કેવળ ભગવાનને ટકે આ. છેલ્લી દશાએ ટકે આ.
એમ ખબર પડે કે આ દોઢ વર્ષો પછી જમાઈ મરી જવાના છે, બોલો હવે શી દશા થાય આપણી ?
પ્રશ્નકર્તા : દોઢ વર્ષ પહેલાથી જ બીજી ચિંતા થાય.
દાદાશ્રી ચિંતામાં બળી ઉપાધિઓ કેટલી ? ઘરના બધા માણસોની શી દશા થાય? ના મરવાનો હોય તોય મરી જાય મૂઓ. આ મુશ્કેલીમાં ક્યાં ફસાઈએ આપણે ?
ચિત્ત નિર્મળતાએ, ભાસ પડે ભવિષ્યનો પ્રશ્નકર્તા: કચ્છમાંથી પેલા લોકો મળવા આવ્યા'તા કૃપાળુદેવને,