________________
૨૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તે આજે વર્તમાનકાળમાં ઘડો છે. અત્યારના ઘડો જોયો એ શેય કહેવાય. હવે આ ઘડો થયો છે, એ ભૂતકાળમાં શું હતો, મૂળ પર્યાય શું હતા, એ જ્ઞાન અમને કહેશો ? ત્યારે કહે, હા, મૂળ માટીરૂપે હતો. માટીમાંથી એને પલાળી અને એમાંથી કુંભાર એને ચાકડા પર મૂકીને ઘડો બનાવ્યો. પછી એને પકવ્યો. પછી બજારમાં વેચાયો અને આ દેખાય છે એવો થયો. ત્યારે કહે, ભવિષ્યમાં શું થશે? ત્યારે કહે, અહીંથી એ ઘડો ભાંગી જશે. ત્યાંથી પછી ધીમે ધીમે એની ઠીકરીઓ થશે. ઠીકરીઓ છે તે ઘસાતી ઘસાતી ફરી પાછી માટી થશે. એટલે વર્તમાનમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બેઉ સાથે વર્ણન કરી શકે. દરેક પર્યાયો બતાવી શકે, ભવિષ્યકાળના પર્યાય અને ભૂતકાળના પર્યાય. એટલે દરેક વસ્તુની ભૂતકાળ ને ભવિષ્યકાળની સ્થિતિ વર્તમાનમાં કહી આપે એનું નામ ત્રિકાળજ્ઞાન.
સંકલ્પ-વિકલ્પ, ટકે તા એ જ્ઞાત પ્રશ્નકર્તા: આપને ત્રિકાળજ્ઞાન ખરું?
દાદાશ્રી : આ ત્રિકાળજ્ઞાન અમારી પાસે આવેલું અમે પાછું કાઢ્યું. નથી જોઈતું આ.
મને કહે છે કે તમે કારણ સર્વજ્ઞ હોય તો તમે તો જાણતા જ હોવ ને, એણે આગળ પેલા ભઈ ગયા તેનું શું થશે ત્યાં આગળ આ ગાડીમાં ? મેં કહ્યું, ભાઈ એ ગયો અહીંથી પણ અથડાશે ત્યાં આગળ ગાડીને, એ ત્રિકાળજ્ઞાનને આધારે મનેય દેખાયું'તું. તે પછી મને તો દેખાયું કે આ માંડવી (વડોદરાનું એક પરુ) સુધી આ ગાડી જશે તો અથડાવાની છે. ત્રિકાળજ્ઞાનમાં દેખાય એવું, આપણે આમ નીકળતા પહેલા દેખાય.
પ્રશ્નકર્તા: જે બનવાનું છે તે ?
દાદાશ્રી : આપણે જઈએને માંડવી એ પહેલા જ દેખાય કે માંડવી આવી ગયા, અમુક દુકાન આગળ આ ગાડી અથડાશે એટલે આ ત્રિકાળજ્ઞાને આ દેખાડ્યું એટલે મેં કહ્યું તું કે ભાઈ ઘેર જા બા. મારે આવું જોવુંયે નથી. આવા તોફાનો જોવા, એના કરતા અજાણ્યા રહે તો સારું છે. તમને આ કેમ લાગે છે, અજાણ્યા રહેલા સારું કે જાણેલું ?