________________
(4.3)
ત્રિકાળજ્ઞાન
વર્તમાતમાં રહી ત્રણે કાળતું દેખે તે ત્રિકાળજ્ઞાત
પ્રશ્નકર્તા : ત્રિકાળજ્ઞાનની ખરી ડેફિનેશન કહોને.
:
દાદાશ્રી : એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન, ત્રણેય કાળમાં શું સ્થિતિ થશે એનું જ્ઞાન, એને ત્રિકાળજ્ઞાન કહ્યું છે. ભૂતકાળમાં શું હતું, વર્તમાનમાં શું છે, ભવિષ્યકાળમાં શું થશે, એવું એને જ્ઞાન છે. એને ત્રિકાળજ્ઞાન કહ્યું.
ત્રણ કાળના જ્ઞાનને આપણા લોકો શું સમજે છે કે પહેલા થઈ ગયું તે, અત્યારે થાય છે તે અને ભવિષ્યમાં થશે તેય દેખી શકે, એવું જ કહે છે ને ?
પ્રશ્નકર્તા : હા, બરોબર, એ ત્રિકાળ.
દાદાશ્રી : પણ એવું નથી. ત્રણે કાળનું જ્ઞાન એટ-એ-ટાઈમ હોય ખરું, બુદ્ધિપૂર્વકથી સમજો તો ? બુદ્ધિપૂર્વક સમજે તો ભવિષ્યકાળને વર્તમાનકાળ જ કહેવાયને ? ત્રણેય કાળનું અત્યારે જો દેખાતું હોય આપણને તો એ કયો કાળ કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ વર્તમાન, બરોબર છે.
દાદાશ્રી : વર્તમાન કાળ જ કહેવાય ને ! ત્રણ કાળનું જ્ઞાન કહેવાય છે, પણ એ ત્રણ કાળનું જ્ઞાન કેવી રીતે છે ? ત્રિકાળજ્ઞાન એવી વસ્તુ છે, કે આજે આપણે કોઈ વસ્તુ જોઈ, સાદી બાબતમાં તો આ ઘડો જોયો,