________________
(૫.૨) જાતિસ્મરણ જ્ઞાન
૨૭૧
દાદાશ્રી : એ તો એને જાતિસ્મરણશાન થાય તો ક્યાંથી આવ્યો એ ખબર પડે, પણ ક્યાં જવાનો છે એ ખબર ના પડે.
એ તો આપણે હિસાબ કાઢવો જોઈએ કે આપણામાં હજુ કૂતરાની જેમ ભસ ભસ કરવાની ટેવ હોય, ના ભસવાનું હોય ત્યાં ભસે એટલે પોતે સમજી જવું જોઈએ કે કૂતરામાંથી આવેલા લાગીએ છીએ. એના ઉપરથી આપણે હવે પછી શું થઈશું, તે આપણા સ્વભાવ ઉપરથી ખબર પડે. એનું માપ કાઢીએ તો ખબર પડે.
પ્રશ્નકર્તા ઃ આપણને ગયા ભવનો આ ભેગો થયેલો આત્મા છે એમ ખબર પડે ?
દાદાશ્રી : આ કંઈક છે તે કૃપાળુદેવની પેઠ એને આગળનું દર્શન થાય, જાતિસ્મરણજ્ઞાન થાય તો દેખાય અગર તો બીજી રીતે દેખાય. નજીકમાં આવ્યો હોય અને એના કાર્યો ઉપરથી આપણને ખબર પડે. જેના ઉપર વગર કશું કર્યું ને આપણને નુકસાન ના કર્યું હોય તોય એની પર દ્વેષ આવ્યા જ કરે. એણે કશુંય ના કર્યું હોય બિચારાએ, તોય આપણને દ્વેષ આવ્યા કરે તો જાણીએ નહીં કે શું કારણ છે આની પાછળ? આગળનું લેવા-દેવાનું છે.
પ્રશ્નકર્તા ઃ એવું હોય ત્યારે થાયને ? દાદાશ્રી : હા, એવું.
ત જાતિસ્મરણ પણ જાતિ કેવળજ્ઞાનની પ્રશ્નકર્તા: આ આપનું જ્ઞાન કયું? જાતિસ્મરણજ્ઞાન છે ?
દાદાશ્રી : ના, મારું જ્ઞાન આત્મજ્ઞાન છે. મને બીજું કોઈ જ્ઞાન છે નહીં. એ આત્મા શું છે, જગત શું છે, કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે એનું જ્ઞાન છે મને. જાતિસ્મરણજ્ઞાન મને નથી.
પ્રશ્નકર્તા: કૃપાળુદેવને નવસો ભવનું જ્ઞાન થયું હતું તો દાદા આપને એવું થયેલું ?