________________
૨૭૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
કંટાળો આવે કે બળ્યું, આવું શું ? એના કરતા ના જોયેલા સારા. આ અવતારના છોકરા સારા !
આ ભૂતકાળ નથી યાદ આવતો તેને લઈને તો આ ચાલ્યા કરે, નહીં તો ચાલે નહીં. ભૂતકાળ ઉઘાડો થઈ જાય તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. એટલે ગયો અવતારેય યાદ નથી રહેતો ને ! જો એ યાદ રહેને તો આ સંસારમાં પડી જ ના રહે.
પ્રશ્નકર્તા પણ એમાંથી વૈરાગ્ય ના આવે ? ગયા જન્મમાં દુઃખી હોય તો વૈરાગ્ય ના આવે ?
દાદાશ્રી : વૈરાગ્ય આવે પણ અહંકાર હોય તો શું કરવાનો ? એ તો અહંકાર જાય તો કામનું.
લાભ ઊઠાવે તો વૈરાગ્ય ખડો કરે આ કાળ જ
આ વૈરાગ્યની વાતો તો મોક્ષ માટે કામની નથી, એ તો પ્રકૃતિ ગુણો છે. આ મોક્ષે જનારને આગળની સ્મૃતિ હેલ્પ કરે. જેને વૈરાગ્યનો લાભ ઊઠાવવો હોય એ તો દરેક પર્યાયથી લાભ ઊઠાવે. આજના માણસ જો એક જ દિવસના સમય-સમયના પર્યાય યાદ રાખેને તો એ વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ તો રાગ પરાણે ઉત્પન્ન થાય છે. નહીં તો આ કાળ તો નિરંતર વૈરાગ્યમાં રાખે એવો છે.
તમે એક જ દહાડો એક જ શબ્દ એવો બોલો તો અમે તમારી જોડે ફરી ફ્રેન્ડશિપ જ ના કરીએ, ભલે ઉપલક મિત્રતા રાખીએ. સ્ત્રી જોડે તો રોજ એવા કેટલાય પ્રસંગ બને તે વૈરાગ્ય આવી જાય, પણ એ યાદ નથી રાખતો. આ વૈરાગ્ય આવતો નથી ને નફફટ થઈને રહે છે. જેને સ્વમાન હોય તો એને વૈરાગ્ય આવે, ભલે અહંકાર હોય.
હિસાબ લક્ષણે સમજાય, ગયો તે આવતો અવતાર
પ્રશ્નકર્તા જીવને પોતાને ખબર પડે કે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું ?