________________
૨૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: કેવી રીતે કરવાનું?
દાદાશ્રી : જો આ જગતને ભોગવે નહીં તો સ્મરણ થાય એવું છે. ખાય-પીએ પણ ભોગવે નહીં, તેને સ્મરણ થાય જ. આ ભોગવવાથી વિસ્મરણ થઈ જાય છે બધું પાછલું તમારું. ખાવા-પીવાનો વાંધો નહીં, કપડાં પહેરો પણ ભોગવવાનું નહીં.
જાતિસ્મરણથી જો ન આવે વૈરણ, તો કરે તે નડતર
પ્રશ્નકર્તા જાતિસ્મરણજ્ઞાન છે તે મતિજ્ઞાનનો ભેદ છે ? મતિ એટલે આપણને અત્યારે બુદ્ધિ છે.
દાદાશ્રી : એ મતિજ્ઞાનનો ભેદ છે. એટલે જાતિસ્મરણજ્ઞાન થાય. જાતિસ્મરણજ્ઞાન એ બુદ્ધિનો વિષય છે. એ વિષયીજ્ઞાન છે. યાદ કરવું પડે એ બધો અનાત્મ વિભાગ. યાદશક્તિ જ અનાત્મ છે ને એ જડશક્તિ છે. લોકોએ બહુ વખાણી છે, આની યાદશક્તિ બહુ જબરજસ્ત ! યાદશક્તિ વધારે શેમાં હોય ? સહુ સહુના વિષયોમાં હોય.
પ્રશ્નકર્તા એ યાદશક્તિનું અને પછી લાગ્યું કે આ તો વચ્ચે નડે છે.
દાદાશ્રી: નડે, આ બધું નડતર અને અંતરાય બધા. એ ભવ જોવા ગયા તેય અંતરાય બધા. એટલે ભવને શું કરવાના ? ભવથી વૈરાગ જો આવતો હોય તો ઠીક છે.
પ્રશ્નકર્તા: તો ભવ જોવાની ઈચ્છા શાથી થઈ હશે?
દાદાશ્રી : બધી ભાવનાઓ, જાતજાતની ભાવના હોયને બધી ! આગળ શું, આગળ શું, આગળ શું? શું જોઈને કાઢવાનું એમાં ? આ ભવનું જ જોવાનું ગમતું નથી, તો ગયા અવતારનું શું સારું હોય ? અને સારું હોય તોય શું કરવાનું છે ? એને રડીએ તે કશુંય કામ લાગે નહીં આપણને અને આ તો બધું જાદુગરના ખેલ છે !
સમકિતી ઊઠાવે લાભ જાતિસ્મરણતો પ્રશ્નકર્તા: આપણે છાપામાં વાંચીએ છીએ ને કે ઘણે બધે ઠેકાણે