________________
(૫.૨) જાતિસ્મરણજ્ઞાન
૨૬૫
યાદશક્તિ એ રગ-દ્વેષતે આધીન પ્રશ્નકર્તા: આત્માને અને યાદશક્તિને આમ તો કોઈ સંબંધ નથીને?
દાદાશ્રી : યાદશક્તિ તો જડ શક્તિ છે, એ ચેતન શક્તિ નથી. એ મિશ્રચેતન છે. એટલે આત્માની શક્તિ નથી. યાદશક્તિ તો રાગ-દ્વેષને આધીન છે. રાગ-દ્વેષ હોય તો યાદ રહે.
પ્રશ્નકર્તા: બીજા ભવમાં આ દેહ છોડીને બીજો દેહ ધારણ કરે છે, ત્યારે પછી આત્મા અહીંથી ત્યાં જતો રહે છે, પછી એને ને યાદશક્તિને શું લાગે-વળગે ?
દાદાશ્રી : ના, એ તો કોઈ જીવને હિસાબ એવો બાકી રહ્યો હોય તો આવે. બનતાં સુધી હિસાબ બાકી રહેતો નથી, પણ રાગ-દ્વેષ રહ્યા હોય. હિસાબ બાકી રહેતો નથી બિલકુલેય, ત્યાર પછી છૂટે છે. પણ રાગવૈષ રહ્યા હોય તો પાછલા ઘરબાર બધું દેખાય એને, રસ્તો હઉ દેખાય. દેખાડે હઉ આપણને રસ્તો. એ ખોટું નથી એકંદરે. અને બધુંય સાચું નથી. એક્ઝગરેશન (અતિશયોક્તિ) કરેલું હોય, પણ અમુક સાચું હોય.
પ્રશ્નકર્તા જાતિસ્મરણ તો બધાને ઉપલબ્ધ નથી હોતું. એ સ્મૃતિ દરેકને ઉપલબ્ધ નથી હોતી.
દાદાશ્રી : નહીં, ઉપલબ્ધ તો હોય છે જ, પણ ઉપયોગ બીજી જગ્યાએ હોવાથી સ્મૃતિ ભૂલી જાય, વિસ્મૃતિ થાય છે. ઉપયોગ ચૂકે નહીં તો બધું ઠેઠ સુધી સમજાય એવું છે.
ગયા અવતારે ક્યાં હતા તમે ?
પ્રશ્નકર્તા ઃ ગયા અવતારમાં ક્યાં હતા તે અત્યારે ખબર ન પડે કંઈ ! અત્યારે અસ્તિત્વ છે, એટલે એટલું તો ચોક્કસ છે કે ગમે ત્યાંથી, ક્યાંકથી આવ્યા જ છીએ.
દાદાશ્રી : હા, પણ એનું આપણે જાણવું પડેને ! સ્મરણ થઈ શકે એવું છે.