________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
હોય અને છે તે કાળ (મૃત્યુ) થઈ ગયો હોય, તો એ મતિએ ઠેઠ ગયા અવતાર સુધીની પહોંચે.
પ્રશ્નકર્તા ઃ એની લિંક રહી જાય ?
દાદાશ્રી : હા, એની લિંક, સ્મૃતિની લિંક પહોંચે. ગર્ભદુઃખથી આવરાય સ્મૃતિ
પ્રશ્નકર્તા : જન્મે ત્યાર પછીના ચાર વર્ષ પછીની સ્મૃતિ એને યાદ રહે છે, પહેલાનું એને યાદ નથી રહેતુંને ?
દાદાશ્રી : હા, હા, એ બરોબર છે. એ બધાને માટે કૉમન નથી.
૨૬૪
ચાર વર્ષ છે ને, તે સંપૂર્ણ બેભાન અવસ્થા, બિલકુલ બેભાનપણું. ફક્ત દુ:ખ થાય તે એને સમજણ પડે, અગર તો ધાવવાનું સમજ પડે. બધું જો જો કર્યા કરે. એટલે ભાન નથી માટે આવું થાય છે. બધાને ના હોય સ્મૃતિ, ચાર વર્ષ પહેલા.
પ્રશ્નકર્તા ઃ એનું શું કારણ ?
દાદાશ્રી : આવરણ બધા. એ ધીમે ધીમે છોકરાના આવરણ ઘટતા જાય તેમ તેમ બુદ્ધિ વધતી જાય. ચાર વર્ષના છોકરામાં બુદ્ધિ હોય ? બહુ જૂજ હોય.
પ્રશ્નકર્તા ઃ એ આવરણ ક્યાંથી આવે છે ?
દાદાશ્રી : આવરણ એ જ અજ્ઞાનતા બધી. આ માતાના પેટમાં ગયાને, ત્યાં બહુ દુઃખ પડે છે. જેમ દુઃખ પડે તેમ આવરણ વિશેષ આવે. ગયા અવતારમાં મરતી વખતે બહુ દુ:ખ પડ્યું હોય અને ઓછું પડ્યું હોય તોય માતાના ગર્ભમાં આવે તો બહુ દુ:ખ પડે છે. એટલે બધું આવરાઈ જાય પછી. ભગવાનનેય આવરાઈ જાય. ભગવાને જન્મ લીધો હોયને, એમનેય આવરાઈ જાય, પણ ઓછું આવરાઈ જાય.
યાદગીરી રોકનારી બે વસ્તુ હોય; એક તો ગર્ભમાં દુ:ખ અને મરણના દુઃખ, એ બે રોકે.