________________
(૫.૨)
જાતિસ્મરણ જ્ઞાત સ્મૃતિજ્ઞાતથી જ વિશેષ, જાતિસ્મરણજ્ઞાત પ્રશ્નકર્તા ઃ જાતિસ્મરણજ્ઞાન શું છે ?
દાદાશ્રી : એ જ્ઞાન જ નથી, જાતિસ્મરણજ્ઞાન એ જ્ઞાન જ નથી. એ તો યાદગીરી છે, સ્મૃતિ છે એ તો. જાતિનું સ્મરણ, જાતિ સ્મૃતિ. જાતિસ્મૃતિજ્ઞાન, એમાં યાદ કરે તો યાદ આવે.
એ પૂર્વજન્મનું દેખાવું એ તો એક જાતની યાદશક્તિ છે, ક્લિયર યાદશક્તિ. મેમરી છે એક જાતની. કારણ કે જીવ અનાદિનો છે, સનાતન છે. તે આગળના બધા સંસ્કારને જાણી શકે છે.
પ્રશ્નકર્તા: પૂર્વજન્મનું જ્ઞાન થવું એ શું છે ?
દાદાશ્રી : તમે યાદ કરતા જાઓ તો નાનપણમાં ચાર વર્ષના હોયને ત્યાં સુધીનું યાદ આવે. એના જેવું આગળનું, મરણ પહેલાનુંય યાદ આવે, પણ તે મરણમાં બહુ દુઃખ ન પડેલું હોવું જોઈએ. બિલકુલ, કિંચિત્માત્ર દુઃખ ન પડ્યું હોય અને મરણ થયું હોય તો એ યાદ આવે, નહીં તો યાદ આવે નહીં. બાકી યાદશક્તિ બધાને કામ કરી શકે છે.
જેમ અહીંથી અત્યારે કોઈ માણસને ભૂતકાળ યાદ કરવો હોયને તો યાદશક્તિની બહુ તીવ્રતા હોય તો ઊંડો ઉતરતો ચાર વર્ષનો નાનો હતો, તે વખતથી બધા પર્યાય કહી બતાવે. હવે જો એને ગયો અવતાર જાનવરનો ના હોય અને મનુષ્યનો હોય અને મનુષ્યમાં દુ:ખ ન પડ્યું