________________
૨૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બે વરસ પછી લડાઈ થશે એવું એને દેખાતુંતું. હવે તે તો મહીં પ્રત્યક્ષ દેખાય ? તો કહે, હા. પ્રત્યક્ષ, આત્માએ કરીને. આ જ્ઞાન શેનાથી થઈ શકે એવું છે ? ત્યારે કહે, વિર્ભાગજ્ઞાનથી થઈ શક્યું છે. આ વિર્ભાગજ્ઞાન, પ્રત્યક્ષ દેખાય. હવે આ વિર્ભાગજ્ઞાન એ અવળું જ્ઞાન છે. પણ છતાંય પ્રત્યક્ષતાને દેખાડે છે, જેમ છે તેમ.
જેવું આ અવધિજ્ઞાન છે, એ સમ્યક્ બુદ્ધિવાળાને, સમ્યફ સમજણવાળાને થાય. એવું પેલું મિથ્યા સમજણવાળાને થાય. પણ આત્માનું લાઈટ તો બેઉ જગ્યાએ કામ કરે છે, પણ તે છે વિપરીત.
કુઅવધિજ્ઞાન એટલે તો બહુ મોટું કહેવાય. તે આ સંસાર) કિનારે પહેલા નંબરનો માણસ કહેવાય. જેમ આ (મોક્ષ) કિનારે તીર્થંકર પહેલા નંબરના એવું આ કિનારે આ પહેલા નંબરનો. વિર્ભાગજ્ઞાન તો એવું છે કે સંસારી દુ:ખો બધાય, ઘરમાંથી કાઢીને ખલાસ કરી નાખે. સંસારમાં શાંતિ સારી ભોગવી શકે છે પણ તે ગધ્ધામસ્તાની છે.
વિભેગી અછતી સત્તા, ન સ્વીકારે બ્રહ્માંડે દેવલોકે
આ જગતમાં ચચલ બહુ ભારે માણસ તોયે પણ છેવટે પ્રધાન પદ ગયું ત્યાર પછી લંડનમાં ઘર ખોળવા નીકળ્યા તો મળ્યું નહીં, એવું આ જગત. કારણ કે તમે હાર્ટિલી હશો તો જ તમારા માટે પબ્લિક છે અને હાર્ટિલી નથી ને બીજું વિસંગી છો, તમારી સત્તા વિભંગને આધારે છે તો કોઈ બાપોય તમને પૂછનાર નથી. એ વિભંગને આધારે સત્તા છે અને મારી આ સત્તા છે ને તે હાર્ટિલી સત્તા છે. એટલે આ છતી સત્તા કહેવાય, પેલી અછતી સત્તા કહેવાય. તમારે બધાને જ્ઞાનની સત્તા છતી કહેવાય. દેવલોકોનેય કબૂલ હોય, આખા બ્રહ્માંડમાં બધે કબૂલ હોય અને આમને તો એમની નાતવાળા જોડે જ કબૂલ હોય, એમ પણ જ્ઞાન તો છે જ, એ ત્યાગ વગર થતું નથી. કેટલા પ્રકારના શક્તિના ત્યાગ વર્તતા હોય. ફક્ત એ એક સિગરેટનો ધુમાડો માર-માર કરે, બાકી બીજી બાજુ બધી બાબતમાં નિયમસર, કાયદેસર, રેગ્યુલર, બિલકુલ રેગ્યુલર માણસ !