________________
(પ.૧) વિર્ભાગજ્ઞાન
૨૬૧
હાઈ ક્વૉલિટી. વગર કાયદાએ ચાલે છે એ હાઈ ક્વૉલિટી ના કહેવાય ? વગર કાયદાએ ચાલે જ છે ને ? કેવડી મોટી હાઈ ક્વૉલિટી !
એને દેખાય આત્માથી, નહીં કે બુદ્ધિથી પ્રશ્નકર્તા: વિર્ભાગજ્ઞાની એટલે મિથ્યાત્વનું હોય, પણ એમ બુદ્ધિની ટોચે હોય ?
દાદાશ્રી : ના, બુદ્ધિની ભાંજગડ નથી હોતી. એ એક પ્રકારનું અવધિજ્ઞાન છે. એ કુઅવધિ કહેવાય છે અને આ સુઅવધિ કહેવાય. એટલે દેખી શકે છે એને
પ્રશ્નકર્તા: દાદા, એ બુદ્ધિપૂર્વકની ગણતરી હશે કે ?
દાદાશ્રી : ના, બુદ્ધિપૂર્વકની નહીં, બુદ્ધિ હોય તો જ્ઞાન જ ના કહેવાય. એને કુઅવધિ કહે છે. એ પણ આત્મા થકી દેખાય, મન-બુદ્ધિ થકી નહીં. થઈ જાય આ કાળમાં માણસો એવા.
પ્રશ્નકર્તા: એને તાંત્રિક ક્રિયા કહેવાય ? આ તંત્ર-બંત્ર કરે છે તેવી ક્રિયા કહેવાય એ ?
દાદાશ્રી: ના, તાંત્રિક-બાંત્રિક નહીં. એ તો એમને એમ જ, સહજ સ્વભાવે દેખાય. આ ચર્ચાલને સહજ સ્વભાવે દેખાતું'તું, “આમ થશે ને તેમ થશે” ને પાછો રોફભેર સિગરેટ ફૂંકતો'તો, રોફભેર રહેતો'તોને ! કોઈના બાપની બીક ના હોય. એ બનેલો-ઠનેલો માણસ હતો. પેલો બોમ્બ નાખે તોય એના પેટમાં ચકલુંયે ફરકતું નહોતું. કારણ કે એને કુઅવધિજ્ઞાન હતું.
પ્રશ્નકર્તા : એ તો વ્યવહારમાં કોઈને દેખાય ગણતરી કરીને કે બાર મહિના, આવતું વર્ષ આવું જવાનું છે. પછી આવું થવાનું છે. એ ખ્યાલ આવી જ જાય, આ ગણતરીપૂર્વક બધું ?
દાદાશ્રી : એ ખ્યાલ આવવો એ જુદું છે ને આ દેખાવું, આમ એક્કેક્ટ દેખાય. લડાઈ લઢતો હઉ દેખાય.