________________
૨૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ત્યાં પાણી બતાવે.
દાદાશ્રી : આ બધું રિવોલ્યુશન પણ રિવોલ્યુશન બે પ્રકારના પાછા. એક આપણે ત્યાં ઊંધું ફરે છે જાણો છે તમે ? એક ઊંધા રિવોલ્યુશન ને એક છત્તા રિવોલ્યુશન. છત્તા રિવોલ્યુશન સમ્યક્ માર્ગે લઈ જાય, ઊંધા રિવોલ્યુશન વિપરીત માર્ગે લઈ જાય. તે ઊંધા રિવોલ્યુશનવાળા તો બહુ મોટા મોટા ઑફિસરો હોય છે, તમને પૂછે તો એનો જવાબ અપાય જ નહીં, વિભંગી વાતો કરે. તે આપણા મગજમાં જ ના સમાય. વિભંગી બોલેને તે મને જવાબ દેતા ના ફાવે. હું બેસી જઉં પેલા મજૂરની પેઠ. કારણ કે એ વિભંગી વાણી છે, ઊંધા રિવોલ્યુશન. મારા છત્તા રિવોલ્યુશન, તારા ઊંધા રિવોલ્યુશન. મારું એન્જિન તારું એન્જિન શી રીતે મેળ ખાય તે ?
પરમાણુ લેવલે તહીં આકર્ષણ એને, જ્ઞાતી સત્સંગનું
એટલે વિભંગી તો ઘણા માણસો એવા હોય છે. અમારુંય કામ નહીં. અમેય વિભંગીથી છેટાં રહીએ. એને સાહેબ કહીએ કારણ કે બોલમાં જ બાંધી દે આપણને અને આપણે બંધાઈ જઈએ. વિભંગી એટલે દૂરથી સારા બધા. જો કે ભેગા થાય નહીં બનતા સુધી. એ આકર્ષણ જ ના હોયને !
કોઈ વિભંગી માણસ આવે તો અમે બહુ વાતો નથી કરતા. એ અમારી જોડે કરીયે શકે નહીં. એની ચૂપ થઈ જાય, અહીંથી એની બોલતી બંધ થઈ જાય. એને આપણે કહીએ કે ભઈ, તું કંઈ પૂછ, તો પણ બોલાય નહીં એનાથી.
એ વિભંગીથી આપણે અહીં નથી અવાતું. આ આપણું સત્સંગનું લેવલ એવું છે કે અમુક હદ સુધીના જ માણસો અહીં આવી શકે. અમુક હદના નીચેના ન આવી શકે. વિભંગી, જે માણસો લોકોને ગૂંચવી મારે એવા હોયને, એ માણસો અહીં ના આવી શકે. અમુક જ માણસ અને ક્વૉલિટી. પછી બે ટકા માલ જરા જૂઠ્ઠો નીકળે મહીંથી, પણ તે બધો ક્વૉલિટી માલ,