________________
થયું ને સંસારમાં ઘૂસ્યા. “જ્ઞાનીના જ્ઞાનથી ‘હું'ને રાઈટ બિલીફ બેઠી એટલે સંસારમાંથી છૂટ્યા, આત્મામાં આવ્યા. મૂળ આત્મામાં આવી ગયો કે પોતે ચોખ્ખો થઈ ગયો. મૂળ આત્મા ઠેઠ સુધી તદન જુદો જ, અકર્તા જ રહ્યો છે.
જ્ઞાની કોણ થાય છે? જે કહે છે, મને દુ:ખ પડ્યું. “હું” અને “મારું” કહે છે તે અજ્ઞાની જ જ્ઞાની થાય છે. મૂળ આત્મા તો જ્ઞાની જ છે.
વિભાવથી હું ઊભો થયો ને હુને રોંગ બિલીફ બેઠી કે “હું ચંદુ. તે પાવર ચેતન ઊભું થયું, એ જ અશુદ્ધ ચેતન છે. એને જ જ્ઞાન મળે છે, રાઈટ બિલીફ બેસે છે કે હું ચંદુ નહીં, હું શુદ્ધાત્મા. એટલે પોતે શુદ્ધ ચેતન થયો. મૂળ ચેતન તો દરઅસલ ચેતન છે, એ જુદું જ રહ્યું છે.
હું શુદ્ધાત્મા છું' બોલે એટલે પાવર ચેતનને જે રોંગ બિલીફથી પાવર ઊંધો હતો, તે રાઈટ બિલીફથી પાવર છતો થઈ જાય છે. સમજણ સવળી થઈ એટલે છતું કરતો થઈ ગયો.
પ્રજ્ઞા એ મૂળ આત્માની જ શક્તિ છે. જ્યારે બુદ્ધિ શક્તિ એ આ પાવર ચેતનની છે. જ્ઞાન મળવાથી બુદ્ધિની પ્રજ્ઞા થતી નથી. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહીને પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ જાય છે. બુદ્ધિ પોતાને સંસારમાં ખેંચે, જ્યારે પ્રજ્ઞા શક્તિ પોતાને ચેતવે ને મોક્ષ ભણી લઈ જાય. છેવટે પોતાને કેવળજ્ઞાન થાય ત્યારે પોતે અને પ્રજ્ઞા મૂળ આત્મામાં એક થઈ જશે.
જોવા-જાણવાની ક્રિયા તો ત્યાં આત્મામાં જ છે, પણ આત્મા વિનાશી અને અવિનાશી બે જોઈ શકે. જ્યારે પાવર ચેતન (મિશ્ર ચેતન) વિનાશી એકલાને જોઈ શકે, અવસ્થાઓને જુએ.
અજ્ઞાન જાણે છે એ પાવર ચેતન છે અને જ્ઞાન જાણે છે એ
દરઅસલ એ
આત્માના પ્રકાશમાં મહીં ઝળકે એટલે ત્યાં આગળ શબ્દ હોતા નથી. આ જોવા-જાણવાનું, તે પ્રકાશમાં ઉતરતા સુધી શબ્દો છે. જોવાજાણવાનો ભાવ રહ્યો એ આનંદ. પોતાને બીજી કોઈ જરૂર નથી.
[35