________________
દાદાશ્રી કહે છે, જે મને દેખાય છે, તે તમને સમજાવી શકાય નહીં. આ જેટલા શબ્દો મારી પાસે હાથમાં આવે એનાથી સમજાવવા ફરું છું, બાકી આના માટે શબ્દો હોતા નથી. તે ખોળી ખોળીને શબ્દો ભેગા કરવા પડે છે.
આ કાળમાં જનરેટર, સેલ, પાવર એવા દૃષ્ટાંત આપીને મૂળ તત્ત્વોનું વિજ્ઞાન પરમ પૂજ્ય દાદાશ્રીએ સમજાવ્યું. મૂળ ચેતન શુદ્ધ જ છે. આ અજ્ઞાનતાથી પાવર ચેતન ઊભું થયું છે, તેનાથી જગત આ બધું દેખાય છે. પાવર ચેતન સમજી જાય તો નિવેડો આવે.
(૩.૨) પાવર ચેતત વિરમે, આત્મજ્ઞાન પછી ચાર્જ થયેલી બૅટરીઓના આધારે ઉદયકર્મ આવે છે. કષાયોથી બૅટરી ચાર્જ થાય છે. “મેં કર્યું, આ મારું, હું ચંદુ’ એવા ઈગોઈઝમથી ચાર્જ થાય છે. જે ક્રિયા “હું કરું છું' કહે છે ત્યાં પાવર ચેતન છે, છતાં આમાં હું જુદો છે અને પાવર ચેતન જુદા છે.
પેલી બૅટરીઓને ચાંપ દબાવો એટલે ડિસ્ચાર્જ થાય, જ્યારે આ મન-વચન-કાયાની ત્રણ બૅટરીઓ ચાંપ દબાયેલી જ હોય છે, શ્વાસોશ્વાસથી ડિસ્ચાર્જ નિરંતર થયા કરે છે. પછી ઊંઘે-જાગે, પણે-રાંડે, પણ બેટરી ડિસ્ચાર્જ ચાલુ જ રહે છે. પાવર ઊડી ગયો એટલે સેલને (દેહને) બાળી મૂકે કે દાટી દે.
જગતના લોકો ચેતનને જોઈ શકતા નથી, ચેતનની અવસ્થાને જોઈ શકતા નથી, પુદ્ગલની અવસ્થાઓ જુએ છે. તેય શુદ્ધ પુગલની નથી, વિભાવિક પુદ્ગલની. તેમાં પાવર ચેતનથી પાવર ભરાયેલો છે.
એન્ટ્રન્સ (પ્રવેશ) એવા પાટિયાથી સંસારમાં પેઠા હતા, હવે એક્ઝિટ (બહાર)ના પાટિયું વાંચીને બહાર નીકળી જવાય. લોકસંજ્ઞા, પૂર્વકર્મ અને અજ્ઞાનતાથી પેઠા છીએ, હવે જ્ઞાનીની સંજ્ઞા, જ્ઞાન અને સત્સંગથી બહાર નીકળી જવાશે. એન્ટ્રન્સ એય પાટિયું અને એક્ઝિટ એય પાટિયું. મેલોય પોતે થયેલો, સાબુય પોતે અને કપડુંયે પોતે, છેવટે પોતે ચોખ્ખો થઈ જાય છે. “હુને રોંગ બિલીફ બેઠી એટલે પાવર ચેતન ઊભું
34