________________
૨૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બહુ સમજદાર હોઈએ તોય ગૂંચવાડામાં નાખી દે. એ બોલે એવું તે આપણને માર્ગ ના જડે પછી આપણે ગૂંચાઈ જ જઈએ. હું હઉ ગૂંચાઈ જઉંને !
એ એવું બોલે તો તમારું સાચું જ્ઞાન તો કામ જ ના કરે. તમે ઊલટા બંધાઈ જાવ એ માણસથી. અને તમે બોલો તો એ બંધાયેલો હોય તોય છૂટી જાય. એ એવું બોલે કે સામો માણસ બંધાઈ જાય. સરળ માણસો તો તરત પાસમાં આવી જાય. તમારાથી આમ ઓળખી ના શકાય કે આ વિર્ભાગજ્ઞાની કહેવાય. અમને તરત જ ખબર પડી જાય આ મૂઓ વિર્ભાગજ્ઞાની છે.
કુઅવધિ દર્શત વિભંગીતે તુક્સાનકારક બહુ
આપણે સરળ અને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનવાળા ને પેલું ગૂંચવાડાવાળું જ્ઞાન, માણસને ગૂંચવી મારે એનો લાભ ઊઠાવે પછી એ. ઘણા લાભ ઊઠાવે જ છે ને, અહીં સરળ માણસોનો! એટલે એ એક જાતનું દર્શન છે ને એ એને દેખાય. બધુંય બોલે પણ તે એને ગૂંચવે, સંસારમાં ઘાણી ફરે એમ ફેરવ ફેરવ કર્યા કરે. એને ફાયદાકારક નથી. એ નુકસાનકારક બહુ જ ફાયદાકારક તો આ ચોખ્ખું જ્ઞાન, જે જ્ઞાન કોઈને ગૂંચવે નહીં. બહુ ઊંચું જ્ઞાન હોય. ગમે એવું એ હોય, પણ કોઈને ગૂંચવે નહીં, એનું નામ જ્ઞાન કહેવાય. પેલું તો ગૂંચવે આપણને. સરળ માણસો બિચારા બહુ ગૂંચાઈ જાય તરત, બોલે એવું તે. કહેતા ના ફાવે એવી રીતે પેલો ગૂંચવ ગૂંચવ કરે, સારા માણસોને બહુ હેરાન કરે.
વિભંગીતે પહોંચે એની વાત જ પ્રશ્નકર્તા ઃ આ ટૉપ ક્લાસ લોયર્સ, બેરિસ્ટર્સ (ઉચ્ચ કક્ષાના વકીલો) સામાને ગૂંચવી નાખે. તે માણસની ન્યુસન્સ વેલ્યુ (હેરાનગતિ) વધારે, ન્યુસન્સ ક્રીએટ (ઊભું) કરે.
દાદાશ્રી : એટલે ? પ્રશ્નકર્તા: પોતે ગૂંચવણ ઊભી કરે નકામી.