________________
(પ.૧) વિર્ભાગજ્ઞાન
૨૫૦
વિર્ભાગજ્ઞાન. તે આજે વિર્ભાગજ્ઞાન અહીં બધે વર્તે છે. આખું જગત વિર્ભાગજ્ઞાનમાં જ છે અત્યારે.
વિભેગી ગૂંચવીતે, સરળતે લે પાસમાં પ્રશ્નકર્તા: વિર્ભાગજ્ઞાની એટલે કોણ ?
દાદાશ્રી : વિર્ભાગજ્ઞાની એટલે, તમે એવા કોઈ મોટા ઑફિસરોના લાગમાં નહીં આવેલા કે તમે તમારી સાચી વાત ધરો તોય પણ એ બોલે એવું કે તમારી સાચી વાત ઊડી જાય ? એવું તમે લાગમાં નહીં આવ્યા હોય, નહીં ? હંડ્રેડ પરસેન્ટ સત્યને ઊડાડી દે એવા. એવા વિર્ભાગજ્ઞાનીઓ એટલે શું? એવાં એવાં વાક્યો બોલે, તે આપણે ટાઢા જ પડી જઈએ. આપણે કબૂલેય કરવું પડે કે આ દલીલ એવી કરે કે આપણને અંધાધૂંધી કરી દે. એટલે ત્યાં સીધા માણસનું કામ નહીં.
આપણી સાચી વાત મારી જાય, વિભંગી સામો મળ્યો હોય તો. તમે પછી એને ફોડ પાડી શકો જ નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાનમાં ફૂટ પાડે ? જ્ઞાનમાં ભંગ પાડે ?
દાદાશ્રી : ના, વધારે ગૂંચવે. સીધું ખાતું નહીં, વાંકું ખાતું. સરળ માણસો જ્યાં ગૂંચાઈ જાય એવા એ વિર્ભાગજ્ઞાની કહેવાય. તમે કોઈ દહાડો ગૂંચાઈ ગયેલા ?
પ્રશ્નકર્તા : હા, છે જ ગૂંચાયેલા, બરાબર. દાદાશ્રી : તમારું સાચું હોય તોય મારી જાય એવું ગૂંચવેલા ? પ્રશ્નકર્તા: હા, મારી જાય.
દાદાશ્રી : એ બધા વિભૃગજ્ઞાની કહેવાય. આપણે અહીં વિર્ભાગજ્ઞાનીઓ થાય છે. તે કેવા હોય છે ? અમુક મોટા, હાઈ લેવલ
ઑફિસર હોય છે ને, તે એ બધા હોય છે. તે તમે ત્યાં જાવને, તો તમારે કશું કામ કરાવવું હોયને, તો એ શબ્દ એવા બોલે કે તમે છે તે એની વાતમાં જવાબેય ના આપી શકો. વિભંગ જ્ઞાનના શબ્દો બોલે એવા કે આપણે