________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પુસ્તક ને જ્ઞાન પેસી ગયા છે. નહીં તો આપણે અહીં તો અંતર સૂઝને આધારે જ ચાલતા. અત્યારે આ ફોરેનનું પેઠું, તેથી યંત્રો બધું બનાવવા માંડ્યા એ કુશ્રુત અને કુમતિથી.
૨૫૬
આપણું અંતરજ્ઞાન અને અંતરસૂઝ અને ફોરેનવાળાને બાહ્યજ્ઞાન અને બાહ્ય સૂઝ. સૂઝ એટલે અંતર સૂઝ, જે ફોરેનના લોકોને કોઈ દહાડોય ના હોય. એ લોકોને બાહ્યજ્ઞાન અને બાહ્ય સૂઝ હોય. એ કુમતિ, કુશ્રુત અને કુઅવિધ સુધી પહોંચે છે.
કુઅવિધ એટલે કંઈપણ સાધન સિવાય શું બનશે તે તેને દેખાતું હોય. કોઈથી ડિપ્રેસ ના થાય તે કુઅવિધ જ્ઞાન. કુમિત ને કુઅવિધ એ બધું કપટ-લોભ-માન ને અહંકાર વધારનારા છે.
અત્યારે લોકોને આ જે બુદ્ધિ છે ને, એ મતિજ્ઞાન કહેવાય નહીં. આ કુમિત કહેવાય છે. આત્મા સંબંધી વાંચ્યું હોત ને, તે એનું નામ મતિજ્ઞાન કહેવાય. એ સુશ્રુત કહેવાય અને આ કુશ્રુત કહેવાય. આ બધું જ, પુસ્તકો-બુસ્તકો બધા કુશ્રુત. તેનાથી કુમતિ ઉત્પન્ન થાય અને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : વિભંગજ્ઞાન કોને કહેવાય ?
દાદાશ્રી : હા, આ વિભંગજ્ઞાન છે તે, આ જે કુમતિ કહે છે ને, તે શેનાથી ઉત્પન્ન થાય ? કુશ્રુત.
કુશ્રુત છે કે જે સંસારને ખીલાયમાન કરે (ખીલવે) એવું વાંચન, એવું શ્રવણ, સંસાર પુષ્ટ કરે, એનું નામ કુશ્રુત કહેવાય. એ કુશ્રુત હોય ત્યાં સુધી સુશ્રુતનો અંશ ના આવે.
હવે અત્યારે તો આપણે પુસ્તકો જે વાંચીએ છીએ બધા, જેટલા પુસ્તકો, સ્કૂલમાં બધે ભણ્યાને, તે ભણીએ એ બધા કુશ્રુત છે. તે આ બધા પુસ્તક વાંચે છે ને આખું વર્લ્ડ, એ બધું કુશ્રુત છે. જેમાં આત્માની વાત ના આવે એ બધું કુશ્રુત કહેવાય છે. કુશ્રુતનું ફળ શું ? કુશ્રુતનું ફળ કુશાન કહેવાય, વિપરીત જ્ઞાન. અને વિપરીત જ્ઞાનનું ફળ શું ? ત્યારે કહે,