________________
[૫] જ્ઞાનીએ જાણ્યા વિપરીતજ્ઞાત, વિભંગ-જાતિ-ત્રિકાળને
(૫.૧)
વિર્ભાગજ્ઞાત
કુશ્રુત-કુમતિ પહોંચાડે વિભંગે પ્રશ્નકર્તા : મતિજ્ઞાન જેવી રીતે કહ્યું, શ્રુતજ્ઞાન જેવી રીતે કહ્યું એવી રીતે અજ્ઞાનનાં પણ મતિ, શ્રત એવા પ્રકાર છે ?
દાદાશ્રી: હા, એવા ત્રણ પ્રકાર છે, એને કુમતિ, કુશ્રુત ને કુઅવધિ કહે છે. તે આ સંસારના પૌદ્ગલિક જ્ઞાન માટે જે જાણીએ તે બધી કુમતિ કહેવાય. સંસારી બધું જ્ઞાન જાણીએ, આ લગ્નમાં હોશિયાર હોય છે, ફલાણામાં હોશિયાર હોય છે, વકીલાતમાં એક્સપર્ટ થયેલા છે, દાક્તરો થયેલા છે, તે બધી કુમતિ કહેવાય. ક્યાંથી કુમતિ ઊભી થઈ ? ત્યારે કહે, કુશ્રુતથી. એમના પુસ્તકોથી, ભગવાનના ટ્રેડમાર્ક કરેલા નહીં. કુશ્રુત વાંચ્યું એટલે કુમતિ થઈ, પછી કુઅવધિ થાય.
સંસારી અભિલાષાઓ એ કુશ્રુત. એનાથી એવા પુસ્તકો, એવા સાધનો મળે એ કુમતિ, એમ કરતા કરતા એ સાધનો બહુ વધી જાય, ત્યારે કુઅવધિ થઈ જાય. પ્રકાશ વધી જાય તે દેખાય ખુલ્લંખુલ્લું. આપણે અહીં કુશ્રુત ને કુમતિ, કુઅવધિ ઓછા હોય. આ તો અત્યારે એમના