________________
(૪.૩) ‘અક્રમ’થી ઓળંગ્યા શ્રુત, મતિ, અવધિ ને મન:પર્યવ
અહંકારની જાળવણી, એમાં જ રમણતા. જાણે કોઈ આપણને એ અહંકાર લાભ ના આપતો હોય રોજ ! એને ૫૨૨મણતા કહેવાય, પૌદ્ગલિક રમણતા અને આ સ્વરમણતા ઉત્પન્ન થઈ છે. એને સ્વ-ચારિત્ર કહેવાય. બાકી અમને બીજું કોઈ જ્ઞાન નહીં. જાતિસ્મરણ કહો, બીજું કહો, ત્રીજું કહો, કોઈ નહીં. યાદશક્તિ જ નહીંને !
પ્રશ્નકર્તા : આ યાદશક્તિ તો ઘણી દેખાય છે.
દાદાશ્રી : હોય યાદશક્તિ આ તો. યાદશક્તિ કોનું નામ કહેવાય ? શાસ્ત્ર ઉપર મને રાગ હોય તો મને યાદ રહે. મને શાસ્ત્ર ઉપરેય રાગ નહીં. એટલે તો હું શાસ્ત્રો-બાસ્ત્રો ભૂલી ગયેલો.
૨૫૧
જે ચીજમાં તમારા રાગ-દ્વેષ ગયા, તે એ ચીજ તમને ભૂલાઈ જાય. અમને કોઈ ચીજ યાદ ના હોય.
આ તો અમને દેખાય. અમે દેખીને બોલીએ છીએ. આ બધું જોઈને બોલીએ છીએ, દર્શનથી. આ શાસ્ત્રની વાત નથી બોલતા, દર્શનથી બોલીએ છીએ. તમે પૂછો એટલે દેખાય તે કહીએ અમે અને બધો નવો માલ, તાજો. તાજી મીઠાઈ, શાસ્ત્રની મીઠાઈ તો ઘણા કાળ દા’ડાની હોય, આ તો તાજી. લોકો પૂછે કે તરત શી રીતે આમ કાઢો છો ? હું જોઈને કાઢું છું, એમાં વાર કેટલી લાગે તે ? આમ જોયું એટલે દેખાયું. શેમાં જુઓ છો ? ત્યારે કહે, કેવળજ્ઞાનમાં જોઉં છું.
પ્રત્યક્ષ હોઈ, આપે સઘળું સામર્થ્ય પ્રમાણે
પ્રશ્નકર્તા : આપને જે જ્ઞાન છે તે પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે ?
દાદાશ્રી : અમને તો પરોક્ષ હોય નહીં ને ! પ્રત્યક્ષ જ છે. અને તે પાછો બોલું છું તેય પ્રત્યક્ષ જ્ઞાન. મને તો પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ એટલે જે સોની નોટ રોકડી. આ પેપરની અંદર લાઈટ હોય તે પરોક્ષ કહેવાય અને જે અજવાળું આપે એ પ્રત્યક્ષ લાઈટ કહેવાય. એટલે અજવાળું આપે એવું લાઈટ જોઈએ.
અમને પ્રત્યક્ષપણું પ્રગટ થઈ ગયું અને પરોક્ષ એટલે તો આવું આમ હતું ને તેમ હતું ને એવું તેવું. આગે સે ચલી આઈ. આગળ